Gujarati News

Gujarati News

News of Monday, 23rd November 2020

ગુજસીકોટ કાયદા હેઠળ નામચીન નિખિલ દોંગા સહિત ૩નાં ર૦ દિવસના રીમાન્ડ મંજૂર

રાજકોટની સ્પે. કોર્ટમાં ૧૧ વાગ્યે રજૂઃ લૂંટ-અપહરણ-ફોર્જરી, હત્યાની કોશિષ સહિતના કુલ ર૮ ગુનાના આરોપી નિખિલ દોંગાની રીમાન્ડ પણ ર૮ દિવસની મંગાઇઃ બપોરના રીમાન્ડ સંદર્ભે સુનાવણી હાથ ધરાઇઃ ૧૩ ડીસેમ્બરે ફરી કોર્ટમાં રજૂ કરશે

રાજકોટ તા. ર૩ :.. ગોંડલના ગુજસીકોટ કાયદા હેઠળ હત્યાની કોશિષ, અપહરણ, ફોર્જરી, લૂંટ-ધાક ધમકી સહિતના કુલ ર૮ ગુનાઓમાં ગુજસીકોટ કાયદા હેઠળ પકડાયેલા નામચીન નિખિલ દોંગા, શકિતસિંહ ચુડાસમા, અને  નવઘણ વરજાંગ શિયાળની આજે ર૮ દિવસની રીમાન્ડ માંગણી રાજકોટની સ્પે. કોર્ટમાં કરવામાં આવી છે. કોર્ટે ત્રણેયના ર૦ દિવસના રીમાન્ડ મંજૂર કર્યા છે. ૧૩ ડીસેમ્બરે ફરી કોર્ટમાં રજૂ કરાશે.

સરકાર તરફે  સ્પે. પી. પી. સંજયભાઇ વોરાએ દલીલો કરી હતી કે જયારે એક વ્યકિત ક્રાઇમ સિંડીકેટ બનાવી વિવિધ પ્રકારના ગુના આચરતો હોય અને ભોગ બનનાર ફરીયાદ કરવા અથવા નિવેદન આપવા ડરતા હોય કે ડરાવવામાં આવતા હોય ત્યારે તો  આ પ્રકારના આરોપીઓને જેલ ભેગા કરવા માટે ગુજસીટોકનો કાયદો ઘટવામાં આવ્યો છે.તે આ ગુનામાં સજા કરાવવા જે નહી પરંતુ ટોળી બનાવીને દહેશત ફેલાવતા લોકોને જેલ ભેગા કરવાનો છે જે ગુનાઓ આચરેલ છે તે એગેની સજા તેઓ સામે ચાલતા કેસોમાં જે તે કોર્ટ કરશે. આવા ગુના આચરીને આરોપીઓએ ગેરકાનુની માધ્યમથી મિલ્કતો વસાવી સમૃદ્ધિ મેળવેલ છે તેવી મિલ્કતો જપ્ત કરી સરકાર હસ્તક કરવા કાયદામાં પ્રબંધ છે. હાલના આરોપી પાસે જે મિલ્કતો છે તે મિલ્કતો તેઓ કયા માધ્યમથી વસાવી છે તે આરોપી જણાવી ન શકે તો આ કાયદા હેઠળ મિલ્કતો ગેરકાનુની હોવાની માની કબજે કરેલ છે.

સાત-આરોપી ૧૦-દિવસના રિમાન્ડ પર તેઓએ તપાસમાં બહાર આવેલ મુજબ સુત્રધાર નિખીલ દોંગાએ કયા પ્રકારે અને કઇ રીતે ગુનાઓ આચરેલ છે આ ગુનાથી મેળવેલ મિલ્કત કયાં-કયાં આવેલ છે આ બધી બાબતનું ઉડાણ પૂર્વક તપાસ કરવામાં આવે ત્રણેય આરોપીને ર૮  દિવસના રીમાન્ડની માગ કરવામાં હતી.

જામનગરના ગુજસીકોટના કાયદા બાદ ગોંડલ પોલીસ દ્વારા પણ આજ પ્રકારનો ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાં નિખિલ દોંગા વિરૂધ્ધ અપહરણ-લૂંટ, હત્યાની કોશિષ, ફોર્જરી, ધાક-ધમકી સહિતના કુલ ર૮ ગુનાઓ નોંધાયા છે. હાલમાં આરોપી સાબરમતી જેલમાં હોવાનું જાણવા મળે છે. જયાંથી પોલીસ તેને રાજકોટની સ્પે. કોર્ટમાં ર૮ દિવસની રીમાન્ડ માંગણી સાથે રાજકોટ કોર્ટમાં રજૂ કર્યા હતાં.

આરોપી સામે સંખ્યાબંધ ગુનાઓ નોંધાયા હોય તેની તપાસ કરવામાં લાંબા સમય માટે આરોપીની તપાસ કરવી જરૂરી હોય ર૮ દિવસના રીમાન્ડ મંગાયા હતાં. રાજકોટની કોર્ટમાં રીમાન્ડ માટેની દલીલો પુરી  થયા બાદ સ્પે. કોર્ટ દ્વારા રીમાન્ડનો ચુકાદો અપાયો હતો.  આ કામમાં સરકાર પક્ષે રાજકોટના સ્પે. પી. પી. સંજયભાઇ વોરા રોકાયા છે.

(4:24 pm IST)
  • અમદાવાદ મ્‍યુનિસિપલ કોર્પોરેશનના હેરિટેજ પ્રોજેક્‍ટના ડેપ્‍યુટી જનરલ મેનેજર કે.વી.નાયરનું કોરોના ઇન્‍ફેક્‍શનને લીધે મૃત્‍યુ થયું access_time 5:12 pm IST

  • સાર્વજનિક સંડાસ તૂટી પડ્યુ : મહિલા કાટમાળમાં ફસાઈ : મુંબઈના કુર્લામાં એક જાહેર શૌચાલય તૂટી પડતા એક મહિલા ફસાઈ ગઈ છે : બચાવ અભિયાન ચાલુ છે access_time 11:31 am IST

  • બિહાર રાજ્યની 17 મી ધારાસભાનું નવું સત્ર આજ 23 નવેમ્બરથી શરૂ : 27 નવેમ્બર સુધી ચાલનારા પાંચ દિવસીય સત્ર દરમિયાન ધારાસભ્યોનો શપથવિધિ યોજાશે : સ્પીકર જીતનરામ માંઝી શપથ લેવડાવશે : સેનિટાઇઝર, સોશિઅલ ડિસટન્સ, માસ્ક સહીત કોવિદ -19 નિયમોના પાલનની સજ્જડ વ્યવસ્થા : કુલ સંખ્યાના 43 ટકા એટલેકે 105 ધારાસભ્યો નવા ચૂંટાઈ આવ્યા હોવાથી પ્રથમવાર શપથ લેશે access_time 11:54 am IST