Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

થેલેસેમિયાગ્રસ્ત બાળકોના લાભાર્થે કાલે શહેર પોલીસ દ્વારા રકતદાન કેમ્પ

સવારે ૯ થી ર પોલીસ હેડ કવાર્ટર તાલિમ ભવન ખાતે આયોજન : શહેર પોલીસે થેલેસેમિયાગ્રસ્ત ૩૦ બાળકોને દત્તક લીધેલા છે

રાજકોટ, તા. ર૩ : રાજકોટ શહેર પોલીસ દ્વારા ૩૦ થેલેસેમીયા ગ્રસ્ત બાળકોને દત્તાક લીધેલ છે. આ થેલેસેમીયા ગ્રસ્ત બાળકોની સાર સંભાળની તમામ જવાબદારી રાજકોટ શહેર પોલીસ દ્વારા સ્વીકારવામાં આવેલ છે. આ થેલેસેમીયા ગ્રસ્ત બાળકો તથા અનય થેલેસેમીયાગ્રસ્ત બાળકોને બલ્ડ (લોહી) બદલવાની જરૂરીયાત ઉભી થયેથી બલ્ડ પુરૂ પાડી શકાય તે માટે કાલે તા. ર૪ સવારે ૯ વાગ્યાથી રાજકોટ શહેર પોલીસ હેડ કવાર્ટર તાલીમ ભવન ખાતે બલ્ડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.

આ કાર્યક્રમ રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની અધ્યક્ષતામાં તેમજ જોઇન્ટ પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદની સુચના મુજબ નાયબ પોલીસ કમિશનર ઝોન-૧ રવી મોહન સૈની, નાયબ પોલીસ કમિશ્નર ઝોન-ર મનોહરસિંહ જાડેજા દ્વારા આ કાર્યક્રમમાં વધુમાં વધુ પોલીસ અધિકારી કર્મચારી દ્વારા બ્લડ ડોનેટ કરી થેલેસેમીયા ગ્રસ્ત બાળકોને મદદરૂપ થવા અપીલ કરાયેલ છે. થેલેસેમીયાગ્રસ્ત બાળકોને બલ્ડ મળી  રહે તે માટે પોલસ અધિકરી કર્મચારીઓએ સવારે ૯ થી ર સુધી રાજકોટ શહેર પોલીસ હેડ કવાર્ટર તાલીમ ભવન ખાતે ઉપસ્થિત રહી  પોતાનું યોગદાન આપવા બી.એ. ચાવડા (એસપી ટ્રાફિક)એ જણાવ્યું છે.

(3:53 pm IST)