Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

આરોપીએ, ફરિયાદીને તેમની કાયદેસરની લેણી રકમ પરત ચુકવવા આપેલ રૂ.૨૧ લાખનો ચેક રીર્ટનઃ કોર્ટમાં હાજર થવા સમન્સ

રાજકોટ,તા.૨૩: રૂ.૨૧ લાખનો ચેક રીર્ટન થતા આરોપી વિરૂધ્ધ કોર્ટમાં ચેક  રીર્ટનની ફરિયાદ થતા અદાલતે સમન્સ કાઢવાનો હુકમ કરેલ છે.

ફરિયાદની ટુંક વિગત એવી છે કે ફરિયાદી તથા આ કામના આરોપી આશરે ૨૦૧૪-૧૫ની સાલમાં રાજકોટ મુકામે ગોંડલ રોડ પર આવેલ, ડીમાર્ટની બાજુમાં, રાધે એપાર્ટમેન્ટ ખાતે ફ્લેટ નં. ૬૦૧ કે જેમાં ફરિયાદી ભાડે રાખી રહેતા હતા તથા ફ્લેટ ન. ૬૦૨ માં જયાં આ કામના આરોપી પણ ભાડે રહેતા. આમ, ફરિયાદી તથા આ કામના આરોપી બન્ને સદરહું ફલેટ એકબીજાની બાજુમાં હોવાને લીધે ફરિયાદી તથા આ કામના આરોપી બન્ને એકબીજાના પાડોશી થતા હતા. ત્યારબાદ ફરિયાદી તથા આ કામના આરોપી બન્ને એકબીજાના પાડોશી હોવાને લીધે ફરિયાદી સાથે ઓળખાણ થયેલ તે ઓળખાણને ધ્યાને રાખીને ફરિયાદી સાથે આ કામના આરોપીની મિત્રતાનો સંબંધ બંધાયેલ હતો. ત્યારબાદ આ કામના આરોપી સદરહું ફલેટ ખાલી કરીને જામનગર મુકામે રહેવા ગયેલા હતા જયારે ફરિયાદી અમદાવાદ મકામે રહેવા ગયા હતા. ત્યારપછી ફરીવાર આ કામના આરોપી રાજકોટ મુકામે રહેવા માટે આવેલા હોય અને ત્યાં બે થી ત્રણ અલગ-અલગ રહેણાંકના સરનામે રહીને ફરીપાછા જામનગર મુકામે રહેવા ચાલ્યા ગયા. જયારે ફરિયાદી ફરીથી અમદાવાદ મુકામ છોડીને રાજકોટ મુકામે રહેવા આવેલા. ત્યારબાદ આ કામના આરોપીએ, જામનગર મુકામે મકાન ખરીદ કરેલ હોય જેનું વાસ્તું તા. ૨૩/૦૫/૨૦૧૯ ના રોજ રાખેલ હતું અને હાલમાં પણ આ કામના આરોપી ત્યાં જ રહે છો. આમ, ઉપરોકત સમયગાળા દરમ્યાન ફરિયાદી અને આ કામના આરોપી સતત એકબીજાના સંપર્કમાં મિત્ર દરજજે રહેતા હતા અને ઉપરોકત સમયગાળા દરમ્યાન આ કામના આરોપીને તેમના ધંધાના કામકાજ સંબંધે જયારે - જયારે પૈસાની જરૂરિયાત ઉપસ્થિત થયેલ ત્યારે - ત્યારે અવાર-નવાર પૈસા માંગેલા ત્યારે - ત્યારે આ કામના આરોપીને ઘણાં વર્ષોની તેમની સાથેની મિત્રતા તેમજ પારિવારિક સંબંધોને ધ્યાને લઈને આ કામના આરોપીને હાથ ઉછીના વગર વ્યાજના ફરિયાદીએ, આ કામના આરોપીને કટકે-કટકે રૂ. ર૧ લાખ રોકડા આપેલા છે.

ફરિયાદી પાસેથી લીધેલી ઉપરોકત મુજબ રકમ રૂ.૨૧ લાખ ફરિયાદી દ્વારા આ કામના આરોપી પાસે તા. ૦૬/૦૭/૨૦૧૯ ના રોજ સદરહું રકમ અંગેની કાયદેસરની માંગણી કરવામાં આવતા આ કામના આરોપી દ્વારા ફરિયાદીના નામ જોગ વાળો એક  એકાઉન્ટ પેઈ ચેક કે જે બેંક ઓફ બરોડા, દિગ્વીજય પ્લોટ, જામનગર, (ગુજરાત) શાખાનો બચત ખાતા નં. ૦૩૬ ૮૦૧૦૦૦૨૫૩૫૪, ના ચેક નં.''૦૦૦૦૩૬'' વાળો એક એકાઉન્ટ પેઈ ચેક આપેલ હતો.

 ચેક ફરિયાદીએ પ્રથમ વખત તા. ૦૭/૦૮/૧૯ ના રોજ પોતાની ખાતાવાળી એચ.ડી.એફ.સી. બેન્ક લી.,પહેલા માળે અને બીજા માળે, શ્રી હરીશ ૪૦/એ ભકિતનગર સોસાયટી, ભકિતનગર સર્કલ પાસે, રાજકોટમાં જમા કરાવવા નાખતા સદર ચેક તા.૦૮/૦૮/ર૦૧૯ ના રોજ ''FUNDS INSUFFICIENT''ના શેરા સાથે પરત ફરેલ. જેની જાણ ફરિયાદીને તા.૦૯/૦૮/૨૦૧૯ ના રોજથી થયેલ. આમ, સદરહું ચેક રીટર્ન થતા ફરિયાદીએ, આ કામના આરોપીને ટેલીફોનીક જાણ કરેલ અને સદરહું ચેકનાં પૈસા આ  કામના આરોપીની પાસે માંગતા આ કામના આરોપીએ, ફરિયાદી પાસેથી વધુ સમય માંગેલ અને જણાવેલ કે તા. ૧૪/૦૯/૨૦૧૯ સધીમાં તમને તમારા કાયદેસરના લેણાં નીકળતા રૂપિયા હું આપી દઈશ અન્યથા આ ચેક તા. ૧૫/૦૯/ર૦૧૯ ના રોજ આ ચેક બીજી વખત તમે તમારા ખાતાંમાં જમા કરાવજો તમોને તમારા રૂપિયા મળી જશે તેવું આ કામના આરોપીએ, ફરિયાદીને ફરીવાર પાકુ વચન, વિશ્વાસ અને ખાત્રી આપેલ હતી તે મુજબ ઉપરોકત ચેક બીજી વખત ફરીયાદી દ્વારા તા. ૧૫/૦૯/૧૯ ના રોજ પોતાની ખાતાવાળી એચ.ડી.એફ.સી. બેન્ક લી.પહેલા માળે અને બીજા માળે, શ્રી હરીશ ૪૦/એ ભકિતનગર સોસાયટી, ભકિતનગર સર્કલ પાસે, રાજકોટ ખાતે જમા કરાવવા નાખતા સદરહું ચેક બીજી વખત પણ તા.૧૬/૦૯/ર૦૧૯ ના રોજ ''FUNDS INSUFFICIENT'' ના શેરા સાથે પરત ફરેલ. જેની જાણ અમો ફરિયાદીને તા.૧૭/૦૯/ર૦૧૯ના રોજથી થયેલ. જે અંગે ફરિયાદીએ  એડવોકેટ અજય એમ. ચૌહાણ મારફત લીગલ નોટીસ આપીને જાણ કરી હોવા છતાં આજદીન સુધી ફરિયાદીને સદરહંુ ચેકની રકમ નહી આપતા તેમજ નોટીસનો કોઈ જવાબ આપેલ નહી જેથી આ કામના ફરિયાદી પ્રકાશભાઈ ચંદુલાલ ઠકકરએ, આ કામના આરોપી ચેતનભાઈ હરિશભાઈ જીંજુવાડીયા વિરૂધ્ધ ધી નેગોશીયબલ ઈન્સ્ટુમેન્ટ એકટની કલમ ૧૩૮ મુજબની રાજકોટના એડી. ચીફ. જયુ. મેજી.ની કોર્ટ સમક્ષ ફરિયાદ કરી છે અને આરોપીને કોર્ટ સમક્ષ હાજર થવાં નામદાર અદાલત દ્વારા સમન્સ ઈશ્યુ કરતો હુકમ ફરમાવવામાં આવેલ છે.

ઉપરોકત કામમાં ફરિયાદી પ્રકાશભાઈ ચંદુલાલ ઠકકર વતી રાજકોટના   ખ્યાતનામ ધારાશાસ્ત્રી અજય એમ. ચૌહાણ, તથા ડેનિશ જે. મહેતા એડવોકેટસ રોકાયેલ હતા.

(3:52 pm IST)