Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

વોર્ડ નં. ૨ના વિવિધ વિસ્તારો પેવિંગ બ્લોકથી મઢાશે

રૂ. ૧.૩૦ કરોડના કામને સ્ટેન્ડિગમાં લીલીઝંડી : કોર્પોરેટર મનીષભાઇ, જયમીનભાઇ ડો. દર્શિતાબેન તથા સોફિયાબેનનાં પ્રયત્નો સફળ

રાજકોટ,તા.૨૩: શહેરમાં વોર્ડ નં. ૨ના જુદા જુદા વિસ્તારોમાં પેવિંગ બ્લોક નાખવાના રૂ. ૧.૩૦ કરોડના કામો ગઇ કાલે મળેલ સ્ટેન્ડિગ કમિટિ બેઠકમાં રજુ કરવામાં આવ્યા છે. આમ. વોર્ડ નં. ૨ના કોર્પોરેટરનાં પ્રયત્નો સફળ થયા છે.

મહાનગરપાલિકાના શાસકો દ્વારા 'સૌનો સાથ સૌનો વિકાસ' સાથે શહેરીજનો માટે જુદા જુદા વિકાસના કાર્યો કરવામાં આવે છે. તેવા જ એક ભાગરૂપે વોર્ડ નં.૦૨માં લોકોની વધુ સારી સુવિધા લક્ષમાં લઇ વોર્ડ નં.૨ના ભાજપના જાગૃત કોર્પોરેટરશ્રીઓ દ્વારા જુદા-જુદા વિકાસના લોક ઉપયોગીકામો મંજુર કરાવી શરુ કરવામાં આવેલ છે વોર્ડ નં.૨માં મોચીનગર-૦૧, સંજયનગર, ઉસ્માનીયા પાર્ક, મોમીન સોસાયટી, રાજીવ નગર તથા બજરંગવાડી વિસ્તાર, ગાયત્રીધામ સોસાયટી, મોચીનગર-૦૨, રેલનગર-૦૩ તથા કોમન પ્લોટ, જામટાવર રોડ, નિરંજની સોસાયટી, છોટુનગર કોમન પ્લોટમાં કામો વોર્ડ નં.૨ના કોર્પોરેટર તથા બાંધકામ સમિતિ ચેરમેન મનીષભાઈ રાડીયા, કોર્પોરેટર તથા આરોગ્ય સમિતિ ચેરમેન જયમીનભાઈ ઠાકર, કોર્પોરેટર તથા પૂર્વ ડે.મેયર ડો.દર્શીતાબેન શાહના પ્રયત્નો સફળ થયા છે

(3:40 pm IST)