Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

વોર્ડ નં. ૧-૧૩-૧૫માં સેવાસેતુ યોજાયો : બે હજાર અરજીના ઢગલા

રાજકોટઃમહાનગરપાલિકા દ્વ્રારા પણ મહાનગરપાલિકાને લગત જુદી જુદી સેવાઓ અંગેના નગરજનોના પ્રશ્નો તેમજ સરકારશ્રીની યોજનાઓ વિગેરેના નિકાલ માટે જુદી જુદી તારીખોએ શહેરના વોર્ડ વાઈઝ પાંચમાં તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ તમામ વોર્ડમાં યોજવાનુ આયોજન કરેલ છે. જો અન્વેય ગઇ કાલે વોર્ડ .નં. ૧,૧૩ અને ૧૫માં સેવાસેતુ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કુલ ૨૬૬૧ અરજીઓ આવી હતી. જેમ કે વોર્ડ નં.૧માં ૯૦૩ વોર્ડ નં. ૧૫માં ૬૪૬ અને વોર્ડ નં.૧૩માં ૧૨૧૩ નો સમાવેશ થાય છે. વોર્ડ નં.૦૧:શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, અનુસુચિત જાતિ મોરચાના રાષ્ટ્રીય મંત્રી ભાનુબેન બાબરીયા, રાજકોટ શહેર ભાજપ મંત્રી ચારૂબેન ચૌધરી, આરોગ્ય કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકર, વોર્ડ નં.૦૧ કોર્પોરેટર બાબુભાઈ આહીર, અંજનાબેન મોરજરીયા, દુર્ગાબા જાડેજા, વોર્ડ પ્રમુખ હિતેશભાઈ મારૂ, વોર્ડ મહામંત્રી કાનાભાઈ ખાણધર, જયરાજસિંહ જાડેજા, શિક્ષણ સમિતિ સભ્ય ભારતીબેન રાવલ, અગ્રણી નરેન્દ્રસિંહ જાડેજા, વિપુલભાઈ શુકલ, લલિતભાઈ વાડોલીયા, અશોકસિંહ જાડેજા, તેમજ સ્થાનિક આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ. વોર્ડ નં.૧૫:  ધારાસભ્ય અરવીંદભાઈ રૈયાણી, કાર્યકારી મેયર અશ્વિનભાઈ મોલીયા, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, વિરોધ પક્ષ નેતા અને કોર્પોરેટર વશરામભાઈ સાગઠીયા, મકબુલભાઈ દાઉદાણી, શહેર ભાજપ ઉપપ્રમુખ રાબીયાબેન સરવૈયા, અનુસુચિત જાતિ મોરચા મહામંત્રી નાનજીભાઈ પારધી, રામભાઈ હેરભા, વોર્ડ પ્રમુખ સોમભાઈ ભાલીયા, વોર્ડ મહામંત્રી મહેશભાઈ બથવાર, રત્નાભાઈ મોરી, ભીખુભાઈ ડાભી, દેવજીભાઈ ખીમસુરીયા, હસુભાઈ છાંટબાર, વિનોદભાઈ કુમારખાણીયા તેમજ સ્થાનિક આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ.  વોર્ડ નં.૧૩માં ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, સ્ટે.કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, કોર્પોરેટર નીતિનભાઈ રામાણી, જયાબેન ડાંગર, જાગૃતિબેન ડાંગર, રવજીભાઈ ખીમસુરીયા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી જીતુભાઈ કોઠારી, રાજકોટ શહેર ભાજપ ઉપપ્રમુખ પ્રફુલ્લભાઈ કાથરોટીયા, રાજકોટ શહેર ભાજપ મંત્રી દિવ્યરાજસિંહ ગોહિલ, વોર્ડ પ્રભારી રાજુભાઈ બોરીચા, વોર્ડ પ્રમુખ વિજયભાઈ ટોળીયા, વોર્ડ મહામંત્રી કેતનભાઈ વાછાણી, ધીરૂભાઈ તળાવીયા, અગ્રણીજયેશભાઈ સોરઠીયા, ભરતભાઈ ગાજીપરા તેમજ સ્થાનિક આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ. સેવાસેતુ કાર્યક્રમમાં હોમ્યોપેથીક ડો.મેદ્યાણી સાહેબની ટીમ દ્વારા નિશુલ્ક ડેન્ગ્યુંની અટકાયતી દવા આપવામાં આવેલ.

(3:38 pm IST)