Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

ઇફકોના મેનેજીંગ ડિરેકટર ડો. અવરથી નાગરીક બેંન્કની મુલાકાતે

રાજકોટ  : સોૈરાષ્ટ્ર-કચ્છની સર્વપ્રથમ મલ્ટીસ્ટેટ શેડયુલ્ડ બેંક રાજકોટ નાગરીક સહકારી બેંક લિ. ની શુભેચ્છા મુલાકાતે ઇફકોના મેનેજીંગ ડિરેકટર ડો. યુ.એસ.અવરતી પધારેલા હતા. બેંકની અદ્યતન હેડ ઓફિસ, 'અરવિંદભાઇ મણીખાર નાગરિક સેવાલય' નું લક્ષ્મણરાવ ઇનામદાર પ્રશિક્ષણ કેન્દ્ર, વિવિધ વિભાગો, એકઝીકયુટીવ કમીટી અને ડિરેકટર્સ ચેમ્બર્સ, બોર્ડરૂમ તથા બોર્ડ મીટીંગ, સમગ્ર ભવનની વિશેષતાઓ વિશે જાણી પ્રભાવિત થયા હતા. સાથોસાથ તેઓએ બેંકના સંચાલક મંડળ સાથે સહકારી ક્ષેત્ર વિષયક વિચાર વિમર્શ અને માનનીય વાતો કરી હતી. આ મુલાકાત દરમ્યાન નલિનભાઇ વસા (ચેરમેન), જીવણભાઇ પટેલ (વાઇસચેરમેન), જયોતીન્દ્રભાઇ મહેતા (ચેરમેન-નાફકબ), ટપુભાઇ લીંબાસીયા (પુર્વ વાઇસ ચેરમેન-ડિરેકટર) ડાયાભાઇ ડેલાવાળા(પૂર્વ વાઇસ ચેરમેન-ડિરેકટર) ડિરેકટરગણમાંથી હરિભાઇ ડોડીયા, શૈલેષભાઇ ઠાકર, દિપકભાઇ મકવાણા, કિર્તીદાબેન જાદવ, બાવનજીભાઇ મેતલિયા, સીએ. ચંદ્રેશભાઇ ધોળકીયા, વિનોદ શર્મા (જનરલ મેનેજર) ભરતભાઇ દોશી (સહકારી અગ્રણી), ઇફકોમાંથી યોગેન્દ્રકુમાર (માર્કેટીંગ ડિરેકટર), એન.એસ. પટેલ (ગુજરાતના માર્કેટીંગ હેડ) વગેરે ઉપસ્થિત રહ્યા હતા. બેંક પરિવાર તરફથી મહાનુભાવોને ખાદીનો રૂમાલ અને સ્મૃતિ ભેટ અપાયેલ હતા.

(3:38 pm IST)