Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

મ્યુ. કોર્પોરેશનનાં આરોગ્ય કેન્દ્રમાં ભભૂકી આગ

૮૦ ફુટ રોડ પર આવેલ ચંપકભાઇ વોરા ડિસ્પેન્સરીમાં શોર્ટ સર્કિટના કારણે માલ સામાન થઇ ગયો ભસ્મી ભૂતઃ જાનહાની નથી

રાજકોટ તા. ર૩: શહેર વોર્ડ નં. ૧પ માં ૮૦ ફૂડ રોડ પાસે આવેલી મ્યુ. કોર્પોરેશનના આરોગ્ય કેન્દ્રમાં આગ ભભૂકી ઉઠતા ટીવી, દરવાજા, દસ્તાવેજ સહિતની સામગ્રી ભસ્મીભૂત થઇ હતી. સદ્દનશીબે આગથી કોઇ જાનહાની થઇ નથી. ફાયર બ્રિગેડ દ્વારા કાર્યવાહી હાથ ધરી આગ બૂઝાવી નાંખી હતી.

ફાયર શાખાના સૂત્રોએ જણાવ્યું કે, બેડીપરા ફાયર સ્ટેશનેથી આંબેડકરનગરના ગેઇટ પાસે આવેલા ચંપકભાઇ વોરા હેલ્થ સેન્ટર કમ ડિસ્પેન્સરીમાં મોડી સાંજે આગ લાગ્યાની જાણ કરાતા ફાયર ફાઇટર દોડી ગયા હતા. આગમાં ટીવી સ્ટેન્ડ, બોકસ તથા તેનું યુનીટ, ઇલેકટ્રીક મીટર, ફર્નીચર, દરવાજા, કોમ્પ્યુટર સેટ, ચાર બારી સળગી ગઇ હતી. દિવાલનો કલર બળી જવા સાથે ફલોર પરની લાદી ઉખડી ગઇ હતી. આગને પગલે મહાપાલિકાના આરોગ્ય અધિકારી મનીષ ચુનારા અને ડો. હાર્દિક મહેતા સહિતના સ્થળ પર દોડી ગયા હતા.

(3:35 pm IST)