Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

દિવ્યાંગ બાળકો માટે યોજાયો વિપશ્યના માર્ગદર્શન સેમીનાર

રાજકોટ : વિપશ્યના સેન્ટર દ્વારા દિવ્યાંગ બાળકો માટે સેમિનાર : છ.શા. વિરાણી બહેરા મૂંગા શાળા રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર વિપશ્યના રીસર્ચ સેન્ટર દ્વારા શાળામાં અભ્યાસ કરતા ૨૭૦ દિવ્યાંગ (મૂક બધિર) બાળકોને વિપશ્યના આનાપાન અંગેનું જ્ઞાન સાઇન લેંગ્વેજથી આપવા માટે એક સેમીનાર યોજવામાં આવ્યો હતો. જેમાં પુનાથી શ્રી સંગીતાજી શિંદેએ ઉપસ્થિતી રહી વિદ્યાર્થીઓના જીવનમાં એકાગ્રતાના મહત્વ વિષે છણાવટ કરી હતી. વિપશ્યના સાધક બાળશિબિર શિક્ષક ભારતીબેન વેકરીયા, માયાબેન ભટ્ટ, જહાનવીબેને ઉપસ્થિત રહી બાળકોને માહીતગાર કર્યા હતા. ઉપરાંત આચાર્યશ્રી ચંદ્રીકાબેન કામદાર, જયોતિબેન મોલીયા, ઉષાબેન પટેલ, વિપશ્યના આચાર્યશ્રી વિનોદભાઇ રાયચુરા, ઘનશ્યામભાઇ સાપરીયા, વિપશ્યી સાધક વજુભાઇ વેકરીયા, મનુભાઇ પાંભર, ઉપસ્થિત રહ્યા હતા. શાળાના આચાર્યશ્રી કશ્યપભાઇ પંચોલીના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર સેમીનાર યોજાયો હતો.

(3:33 pm IST)