Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

'તારા કામમાં સારાવટ નથી, ખોટા ખર્ચા કરે છે'...સુખ સાગર સોસાયટીની મીતલ ડઢાણીયાને દુઃખ

પતિ નિકુંજ, સાસુ રમા, સસરા ભીમજી, જેઠ હાર્દિક, જેઠાણી ચેતના અને મોટા સસરા વશરામ સામે ગુનો

રાજકોટ, તા., ૨૩: દોઢસો ફુટ રોડ પર જલજીત સોસાયટીમાં માવતરેઆવેલ પરીણીતાને ઘરકામ બાબતે માણાવદરના ભલગામમાં પતિ, સાસુ, જેઠ-જેઠાણી અને મોટા સસરા મેણા ટોણા મારી ત્રાસ આપતા ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ દોઢસો ફુટ રોડ પર જલજીત સોસાયટી શેરી નં. ૧ માં માવતર ધરાવતી મીતલ નિકુંજભાઇ ડઢાણીયા (ઉ.વ.રડ)એ મહિલા પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં માણાવદરના ભલગામમાં સસરા ભીમજી રવજીભાઇ ડઢાણીયા, સાસુ રમા ડઢાણીયા અને મોટા સસરા વશરામ રવજીભાઇ ડઢાણીયા તથા રાજકોટ ૪૦ ફુટ રોડ સરદાર ચોકની બાજુમાં કૈલાશ પાર્ક ઇશાન ફલેટ વીંગ-એ ફલેટ નં. ૩૦૧ માં રહેતા પતિ નિકુંજ ડઢાણીયા, જેઠ હાર્દિક ડઢાણીયા અને જેઠાણી ચેતના ડઢાણીયાના નામ આપ્યા છે. મીતલબેને ફરીયાદમાં જણાવ્યું છે કે પોતાના ૬ માસ પહેલા નિકુંજ સાથે લગ્ન થયા હતા. લગ્ન બાદ પોતે પતિ, સાસુ, સસરા, જેઠ, જેઠાણી સાથે સંયુકત પરીવારમાં રહેતી હતી. થોડો સમય ઘરસંસાર સારી રીતે ચાલેલ બાદથી જેઠ-જેઠાણીનું ઘરમાં ચાલતું હોઇ અને ઘરનો તમામ વહીવટ તેઓની પાસે રહેતો હતો. જેઠાણી મારી પાસે નોકરાણીની જેમ જ કામ કરાવતી હતી તથા કોઇ ચીજવસ્તુ લેવા માટે પૈસા માંગતી તો જેઠ 'હમણા તંગી છે' કહી ચીજવસ્તુ પણ લેવા દેતા નહી અને પતિ નાની નાની બાબતમાં જેઠ-જેઠાણીનો પક્ષ લઇ અવાર નવાર ઝઘડો કરતો હતો અને પોતાને આંખમાં પહેલાથી ખામી હોય જેઠ-જેઠાણી પોતાને આંધળી કહી ઠેકડી ઉડાડતા હતા અને સાસુ-સસરા ઘરે આવતા ત્યારે 'તુ ઘરનુ કામ સારી રીતે કરતી નથી, તારા કામમાં કોઇ સારાવટ નથી, કરકસર કરતી નથી, ખોટા ખર્ચાઓ કર્યા રાખે છે' કહી સાસુ-સસરા અને જેઠ-જેઠાણી મેણા ટોણા મારી ઝઘડો કરતા હતા. બાદ જેઠે અમને અલગ રહેવાનું કહેતા પોતે ૧પ૦ ફુટ રોડ પર સુખસાગર સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેવા ગયા હતા. બાદ ચાર મહિના પહેલા પતિએ ઝઘડો કરી ઘરમાંથી કાઢી મુકતા પોતે માવતરના ઘરે જતી રહી હતી. બાદ મહિલા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા એએસઆઇ જે.કે.માઢકે તપાસ આદરી છે.

(3:32 pm IST)