Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

'ડમડમ' થઇ કાર અને બાઇક હંકારતા પિયુષ અને પ્રતિક પકડાયા

રાજકોટઃ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની સુચનાથી યુનિવર્સિટી પોલીસ મથકના પી.આઇ. આર.એસ.ઠાકરના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ બી.જી.ડાંગર, રવીભાઇ ગઢવી, રાવતભાઇ ડાંગર અને દિપકભાઇ ચૌહાણસહીત વાહન ચેકીંગમાં હતા ત્યારે ૧પ૦ ફુટ રીંગ રોડ પર જી.જે.૧૦ ડીએ ૬૭૦૦ નંબરની કારને રોકી ચાલક પિયુષ મનસુખભાઇ ગાંભવા (ઉ.વ.૩૧) (રહે. વસંત વિહાર બી-૧૦ર પાટીદાર ચોક) ને દારૂ પીધેલી હાલતમાં પકડી લીધો હતો. ઝડપાયેલો પિયુષ કારખાનુ ધરાવે છે. જયારે બીજા બનાવમાં ભકિતનગર પોલીસ મથકના પીઆઇ વી.કે.ગઢવીના માર્ગદર્શન પીએસઆઇ પી.બી.જેબલીયા, ડી.એ.ધાંધલ્યા, એએસઆઇ એ.એચ.હરસોડા, હેડ કોન્સ રસીકભાઇ, પ્રવિણભાઇ, રણછોડભાઇ, મીહીરસિંહ, વિજયગીરી, ધર્મેન્દ્રસિંહ, કલ્પેશભાઇ, જયેશભાઇ તથા વિશાલભાઇ સહીત સોરઠીયા વાડી સર્કલ પાસે વાહન ચેકીંગમાં હતા ત્યારે દારૂ પી બાઇક લઇને નિકળેલા પ્રતિક રાજેશભાઇ ચૌહાણ (ઉ.વ.રપ) (રહે. વિજય પ્લોટ શેરી નં. ૧૧/૨૬)ને પકડી લીધો હતો.

(3:32 pm IST)