Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

ગાયનેકોલોજીસ્ટ ડો.દર્શના પંડ્યા અને ડો.અમી મહેતાની રાષ્ટ્રીય કક્ષાનો 'વન્ડર ફોગ્શીયન એવોર્ડ' માટે પસંદગી

આવતીકાલે મુંબઈ ખાતે ભવ્ય સમારોહમાં એવોર્ડ એનાયત થશે : દેશના ૪૦ હજારમાં ગાયનેકોલોજીસ્ટમાં રાજકોટના બે શ્રેષ્ઠ ગાયનેકોલોજીસ્ટની પસંદગી : અભિનંદન વર્ષા

રાજકોટ તા. ૨૩ : ગાયનેક તબીબોની દેશના સૌથી મોટા એસોસીએશન ફેડરેશન ઓફ ઓબસ્ટ્રાકટ એન્ડ ગાયનેક સોસાયટી ઓફ ઈન્ડીયા દ્વારા તબીબી પ્રેકટીસ સાથે સામાજીક યોગદાન માટે રાષ્ટ્રીય કક્ષાએ 'વન્ડર ફોગ્શીયન એવોર્ડ' આપવામાં આવે છે. જેમાં આ વર્ષે રાજકોટના સિનિયર ગાયનેકોલોજીસ્ટ ડો. દર્શના પંડયા અને ડો. અમી મહેતાની પસંદગી કરવામાં આવી છે જે રાજકોટના તબીબી જગત માટે ગૌરવની વાત છે, આવતીકાલે મુંબઈ ખાતે ભવ્ય સમારોહમાં એવોર્ડ એનાયત થશે એમ ઈન્ડીયન મેડિકલ એસોસીએશન-રાજકોટના પ્રેસીડન્ટ ડો. ચેતન લાલસેતા અને સેક્રેટરી ડો. તેજસ કરમટાની એક સંયુકત યાદીમાં જણાવાયુ છે.

ડો. ચેતન લાલસેતાના જણાવ્યા અનુસાર ગાયનેક તબીબોનાં રાષ્ટ્રીય કક્ષાનું સંગઠન ફોગ્સી (ફેડરેશન ઓફ ઓબસ્ટ્રાકટ એન્ડ ગાયનેક સોસાયટી ઓફ ઈન્ડીયા)માં દેશભરના ૪૦ હજાર જેટલાં તબીબો મેમ્બર છે. એસોસીએશન દ્વારા તબીબો દ્વારા પ્રેકટીસ સાથે સામાજીક જવાબદારી તથા પારિવારીક ક્ષેત્રે યોગદાન માટે રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી કરી એવોર્ડ આપવામાં આવે છે. દેશભરના ૪૦ હજાર જેટલાં ગાયનેક તબીબોમાંથી ફકત ૪૦ તબીબોની આ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે જેમાંથી રાજકોટના ૨ સિનિયર ગાયનેકોલોજીસ્ટ ડો. દર્શના પંડયા અને ડો. અમી મહેતાની પસંદગી કરવામાં આવી છે જે રાજકોટના તબીબી જગતમાં માટે ગૌરવની વાત છે.

ડો. દર્શના પંડ્યા રાજકોટ-સૌરાષ્ટ્રના જાણીતા ગાયનેકોલોજીસ્ટ છે. ડો. પંડ્યા ૧૯૯૪થી બે વર્ષ માટે જામનગરની એમ.પી. શાહ મેડિકલ કોલેજમાં આસીસ્ટન્ટ પ્રોફેસર તરીકે સેવા આપી ૧૯૯૬થી રાજકોટની એચ. જે. દોશી હોસ્પિટલમાં જોડાયા હતા. દોશી હોસ્પિટલમાં તેમણે ૧૦ હજારથી વધુ ક્રિટીકલ અને જટીલ ઓપરેશન સફળતાપૂર્વક કર્યા છે. ૨૦૦૪ થી તેઓએ આશુતોષ મેટરનીટી એન્ડ સર્જીકલ હોસ્પિટલ (કોટેચા નગર મેઈન રોડ, કોટેચા ગર્લ્સ હાઈસ્કુલ સામે, રાજકોટ) ખાતે પ્રાઈવેટ પ્રેકટીસ શરૂ કરી છે. તેમની હોસ્પિટલ ખાતે નિયમીત રૂપે ગર્ભવતી મહિલાઓ માટે, કોલેજની યુવતીઓ માટે તથા મહિલાઓ માટે માર્ગદર્શન કેમ્પ યોજવામાં આવે છે. ગર્ભવતી મહિલાઓ માટે ખાસ સેમીનારો યોજી ગર્ભાવસ્થા દરમિયાન ધ્યાન રાખવા બાબતે માર્ગદર્શન આપવામાં આવે છે. કોલેજની યુવતીઓ માટે હોસ્પિટલમાં તેમજ વિવિધ કોલેજમાં તેઓ લેકચર આપી યુવતીઓની વિવિધ સમસ્યા બાબતે યોગ્ય સલાહ આપે છે. તેમજ મહિલાઓની વિવિધ સમસ્યા બાબતે નિયમીત સેમીનાર યોજી જાગૃત કરે છે. તબીબી પ્રેકટીસ સાથે સામાજીક જવાબદારી નિભાવી મહિલાઓને જાગૃત કરવા ઉપરાંત પારિવારીક જવાબદારી પણ તેઓ સુપેરે સંભાળે છે.

ડો. અમી મહેતા ૧૯૯૨માં દશાશ્રીમાળી હોસ્પિટલમાં ગાયનેકોલોજીસ્ટ તરીકે જોડાયા હતાં. તેમણે ટ્રસ્ટ ની હોસ્પિટલમાં વર્ષો સુધી સેવા આપ્યા બાદ આસ્થા હોસ્પિટલ (કરણપરા, રાજકોટ)ના નામથી પ્રાઈવેટ પ્રેકટીસ કરે છે. તેઓ ફોગ્સી-રાજકોટના પૂર્વ પ્રમુખ છે. રોટરી કલબની વિવિધ સામાજીક પ્રવૃત્ત્િ।માં તેમનું મહત્વનું યોગદાન રહ્યું છે.

ફોગ્સી - રાજકોટના પ્રેસીડેન્ટ તરીકે ડો. હિના પોપટ અને સેક્રેટરી ડો. હેતલ મોઢા સેવા આપે છે. તેમણે રાજકોટના ગાયનેકોલોજીસ્ટને રાષ્ટ્રીય કક્ષાએ એવોર્ડ મળતા હર્ષ સાથે જણાવ્યુ કે અમારી સંસ્થા દ્વારા સિનિયર ગાયનેકોલોજીસ્ટના માર્ગદર્શન હેઠળ સતત સામાજીક પ્રવૃતિઓ થતી રહે છે. મુંબઈ ખાતે ફોગ્સી દ્વારા યોજાનાર ભવ્ય સમારોહમાં દેશભરના તબીબોની ઉપસ્થિતિમાં રાજકોટના બંને સીનીયર ગાયનેકોલોજીસ્ટને એવોર્ડ અર્પણ કરવામાં આવશે.

આઈ.એમ.એ.ના રાષ્ટ્રીય ઉપપ્રમુખ ડો. અતુલ પંડ્યા, ગુજરાત આઈ.એમ.એ.ના ઉપપ્રમુખ ડો. હિરેન કોઠારી, રાજકોટના ગુજરાત આઈ.એમ.એ.ના પૂર્વ ઉપપ્રમુખો સર્વશ્રી ડો. એમ. કે. કોરવાડીયા, ડો. ભરત કાકડીયા, ડો. અમિત હપાણી, આઈ-એમ.એ.-રાજકોટના પ્રેસીડન્ટ ઈલેકટ ડો. જય ધીરવાણી, સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના પી.વી.સી. ડો. વિજય દેસાણી, સૌરાષ્ટ્ર યુનિવર્સટીના સિન્ડિકેટ મેમ્બર અને ગુજરાત મેડિકલ કાઉન્સીલના ડો. ભાવિન કોઠારી, મેડિકલ ફેકલ્ટીના ડિન ડો. વિજય પોપટ (જામનગર), રાજકોટ આઈ. એમ. એ.ના વરિષ્ઠ તબીબો ડો. એસ. ટી. હેમાણી, ડો. ડી. કે. શાહ, ડો. સુશિલ કારીઆ, ડો. પ્રકાશ મોઢા, ડો. રાજેન્દ્ર ત્રિવેદી, ડો. સી.આર. બાલધા, ડો. સુરેશ જોષીપુરા, સંઘચાલક-રાજકોટ મહાનગર આર.એસ.એસ. ડો. જીતેન્દ્ર અમલાણી, ડો. કીર્તિભાઈ પટેલ, ડો. વસંત સાપોવાડીયા, ડો. દિલીપભાઈ પટેલ, ડો. ભાવેશ સચદે, ડો. કિરીટ દેવાણી, ડો. યજ્ઞેશ પોપટ, ડો. પિયુષ ઉનડકટ, ડો. દિપેશ ભાલાણી, ડો. પારસ ડી. શાહ, ડો. અમિત અગ્રાવત, ડો. અતુલ હિરાણી, ડો. યોગેશ રાયચુરા, ડો. હિમાંશુ ઠક્કર, ડો. ચેતન લાલસેતા, ડો. તેજસ કરમટા, ડો. યોગેશ મહેતા, રાજકોટ મેડિકલ કોલેજના ડીન ડો. ગૌરવી ધ્રુવ, રાજકોટ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડો. મનિષ મહેતા, ડો. અજય રાજયગુરૂ, ડો. મહેન્દ્ર ચાવડા, આઈ.એમ.એ. લેડીઝ વિંગના સૌરાષ્ટ્ર ઝોનના પ્રમુખ ડો. સ્વાતીબેન પોપટ, ઓન્કોલોજીસ્ટ ડો. બબીતા હપાણી, પૂર્વ ડેપ્યુટી મેયર ડો. દર્શિતા શાહ, એફ.પી.એ.ના ડો. કે. એમ. પટેલ, ડો. દિપક મહેતા, ડો. કિરીટ કાનાણી, ડો. રશ્મી ઉપધ્યાય, ડો. વસંત કાસુંન્દ્રા, વેભવ ગ્રુપના વિજય મહેતા સહિત અનેક તબીબો અને અગ્રણીઓ દ્વારા રાષ્ટ્રીય કક્ષાએ રાજકોટના તબીબી જગતને ગૌરવ અપાવનાર ડો. દર્શના પંડયા અને ડો. અમી મહેતાને શુભેચ્છા પાઠવવામાં આવી છે.(૩૭.૮)

(3:28 pm IST)