Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

સાડા ત્રણ દાયકાના અનુભવી સચોટ નિદાન સારવાર કરનાર ડો. રશ્મી ઉપાધ્યાયની હવે રાજકોટમાં સેવા

આવતીકાલે રૈયા રોડ સ્થીત સનસીટી ટીટેનીયમ ખાતે કલીનીકનો પ્રારંભ

રાજકોટ, તા., ૨૩: તબીબી ક્ષેત્રે સચોટ નિદાન અને સારવાર કરનાર જાણીતા ફેમીલી ફીઝશ્યન ડો.રશ્મી ઉપાધ્યાયની સેવા હવે રાજકોટ ખાતે શરૂ થઇ રહી છે.

ફેમીલી ફિશીશ્યન તરીકે ડો.રશ્મી ઉપાધ્યાય ૩પ વર્ષનો અનુભવી સરકારી દવાખાનું ખાખરેચી અને પડધરીમાં દસ વર્ષ ફરજ બજાવ્યા બાદ રપ વર્ષથી પડધરી ખાતે દર્દીનારાયણની સેવા કર્યા બાદ નિષ્ણાંત તબીબ નાણાવટી ચોક પાસે રામેશ્વરનગર મેઇન રોડ પર જી-૦૪ સનસીટી ટીટીનીયમ તબીબી સેવાનો પ્રારંભ કરી રહયા છે.

ડો.રશ્મી ઉપાધ્યાય દરેક રોગનું સચોટ નિદાન અને સારવારના નિષ્ણાંત છે. ફેમીલી  ફિશીશ્યન એસો. રાજકોટના પ્રમુખ તથા હાલ એફએફપીઆઇના રાષ્ટ્રીય ઉપપ્રમુખ છે. છેલ્લા વીસ વર્ષથી આઇએમએ ગુજરાતમાં અલગ-અલગ હોદા પર કાર્યરત રહેલ છે. હાલ તેઓ સીડબલ્યુસી હેડ કવાર્ટરમાં ફરજ બજાવે છે. ઇન્ડસ્ટ્રીયલ હેલ્થના છેલ્લા ૧ર વર્ષથી કન્સલટન્ટ છે.

તેઓ હાલ ચીલ્ડ્રન વેલ્ફેર કમીટી રાજકોટ જીલ્લાની કમીટીમાં સરકાર દ્વારા નિયુકત થયેલ છે.

ડો.રશ્મી ઉપાધ્યાયના કલીનીકમાં ડેન્ગ્યુ, મેલેરીયા, સ્વાઇન ફલુ સહીત ચેપી રોગોની સારવાર, લીવર, પાંચનતંત્રના રોગોની સારવાર, ડાયાબીટીસ, બ્લડપ્રેશરની સારવાર, ન્યુમોનીયા, અસ્થમા, ફેફસાનાં રોગોની સારવાર-નિદાન, કાર્ડીયોગ્રામની સુવિધા નેબ્યુલાઇફટની સુવિધા ઉપલબ્ધ બનશે.

ડો.રશ્મી ઉપાધ્યાય

મો.૯૪ર૬ર ૦૧ર૮૧

(12:59 pm IST)