Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

નવાગામ રંગીલાના માથાભારેની છાપ ધરાવતાં ટકાને પાસામાં ધકેલી દેવાયો

કુવાડવા પોલીસે બવજણી કરતાં અમદાવાદ જેલ હવાલે

રાજકોટઃ નવાગામ રંગીલા સોસાયટીમાં રહેતો અને મારામારીની ટેવ ધરાવતો તેમજ માથાભારેની છાપ ધરાવતો સંજય ઉર્ફ ટકો વાઘજીભાઇ રોજાસરા (ઉ.૩૧) નામનો કોળી શખ્સ પાસા તળે જેલહવાલે થયો છે. બે દિવસ પહેલા સંજયએ ઉપરા ઉપર બે ગુના આચર્યા હતાં. એક નિર્દોષ યુવાનને છરી ઝીંકી દીધી હતી અને એ પછી એ ડખ્ખાના સીસીટીવી ફૂટેજ જોવા મામલે એક પ્રોૈઢને મારી નાંખવાની ધમકી આપી હતી. એ પહેલા પણ તે મારામારીમાં સંડોવાઇ ગયો હતો. આ શખ્સને પાસામાં ધકેલવાની દરખાસ્ત પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે મંજુર કરતાં તેને અમદાવાદ જેલમાં ધકેલી દેવાયો છે. વોરન્ટની બજવણી કુવાડવા રોડ પોલીસ મથકના પીઆઇ એમ.આર. પરમાર, પીએસઆઇ એમ. કે. ઝાલા, આર.એલ. ખટાણા, હિતેષભાઇ ગઢવી, બુટાભાઇ ભરવાડ, હરેશભાઇ સારદીયા, મનિષભાઇ ચાવડા, અજીતભાઇ લોખીલ, દિલીપભાઇ બોરીચા, દેવેન્દ્રસિંહ જાડેજા, રઘુદાનભાઇ ઇશરાણી સહિતે કરી હતી.

(12:58 pm IST)