Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

મોટી ટાંકી ચોક નજીક સગીરને તમાકુની પડીકી વેંચનારા પાનના ધંધાર્થી આસિફ મુન્શીની ધરપકડ

પ્ર.નગર પોલીસે જુવેનાઇલ જસ્ટીસ એકટ હેઠળ કાર્યવાહી કરી

રાજકોટ તા. ૨૩: સગીરોને પાનના ગલ્લાઓ કે બીજી કોઇપણ દૂકાનો, થડાઓ પરથી નશાકારક તમાકુનું વેંચાણ કરવા પર પ્રતિબંધ હોવા છતાં મોટી ટાંકી ચોક નજીક એક પાનનો ધંધાર્થી સગીરોને પણ તમાકુ વેંચતો હોવાની માહિતી મળતાં પ્ર.નગર પોલીસે ગુનો નોંધી દૂકાનદારની ધરપકડની કાર્યવાહી કરી છે.

પ્ર.નગરના કોન્સ.જયેન્દ્રસિંહ એ. પરમારની ફરિયાદ પરથી મોટી ટાંકી નજીક સ્ટાર પેલેસ હોટેલની નીચે આવેલી સ્ટાર ડિલકસ નામની પાનની દૂકાનમાં બેઠેલા આસિફ અબ્દુલગની મુન્શી (ઉ.૩૭-રહે. મુળ અજંતા ટોકિઝ પાસે જુનાગઢ) સામે જુવેનાઇલ જસ્ટીસ એકટની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીને માહિતી મળી હતી કે આ દૂકાનદાર સગીરોને તમાકુ આપવા પર પ્રતિબંધ હોવા છતાં વેંચાણ કરે છે.

તેના આધારે હેડકોન્સ.અશોકભાઇ કલાલ, જયેન્દ્રસિંહ, જનકભાઇ, શકિતસિંહ, વિરદેવસિંહ, અશોકભાઇ હુંબલ  સહિતની ટીમે વોચ રાખી એક ટેણીયાને દૂકાને ૨૦ની નોટ આપી મોકલતાં દૂકાનદારે સગીરને તમાકુ વેંચવા પર પ્રતિબંધ હોવા છતાં મિરાજની પડીકી આપી હતી. તે સાથે જ તેને સકંજામાં લઇ ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી હતી. વિશેષ તપાસ હેડકોન્સ. અરવિંદભાઇમકવાણાએ હાથ ધરી છે.

(11:56 am IST)