Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

ભવાનીનગરમાંથી ૨ લાખના દારૂ સાથે આદિલ પકડાયો

એસીપી ક્રાઇમ જયદિપસિંહ સરવૈયાની ટીમની કામગીરીઃ લાખાજીરાજ સોસાયટીના શખ્સને કુલ ૫૧ પેટી સાથે પકડ્યો : પીએસઆઇ અંસારી, કોન્સ. વિજેન્દ્રસિંહ ઝાલા, ફિરોઝ રાઠોડ અને અઝહરૂદ્દીન બુખારીની બાતમી

રાજકોટ તા. ૨૨: એસીપી ક્રાઇમની ટીમે ડુપ્લીકેટ સ્કોચ બનાવવાનું કૌભાંડ ઝડપી લીધા ઉપરાંત વિદેશી દારૂના અન્ય એક દરોડામાં ૨,૦૭,૬૦૦નો ૫૧ પેટી (૬૧૨) બોટલ દારૂ ભરેલી રિક્ષા સાથે દૂધ સાગર રોડ પર લાખાજીરાજ સોસાયટી-૨માં રહેતાં આદિલહુશેન ઇકબાલભાઇ શેખ (ઉ.૨૨)ને ઝડપી લઇ ૩૦ હજારની રિક્ષા પણ કબ્જે કરી છે.

ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે પીએસઆઇ એમ. એસ. અંસારી, કોન્સ. વિજેન્દ્રસિંહ ઝાલા, કોન્સ. ફિરોઝભાઇ રાઠોડ તથા કોન્સ. અઝહરૂદ્દીન બુખારીને બાતમી મળી હતી કે ચુનારાવાડ ચોક તરફથી રામનાથપરા તરફ આવી રહેલી જીજે૦૩એયુ-૨૦૫૭ નંબરની રિક્ષામાં દારૂનો જથ્થો છે. આ બાતમી પરથી વોચ રખાતા રામનાથપરા જુની જેલના જાપા સામે થઇ નદી કાંઠે ભવાનીનગરના ખુણા પાસે બાતમી મુજબની રિક્ષા આવતાં તેને અટકાવી તલાશી લેતાં દારૂનો જથ્થો મળ્યો હતો.

અંદરથી બોટમ્સ અપ વ્હીસ્કીની ૯૦ હજારની ૩૦૦ બોટલ, મેકડોવેલ્સ સુપ્રિયો બ્રાંડની ૫૭૬૦૦ની ૧૯૨ બોટલો તથા રોયલ ચેલેન્જ બ્રાંન્ડની ૬૦ હજારની ૧૨૦ બોટલો મળી કુલ રૂ. ૨,૦૭,૬૦૦ની ૬૧૨ બોટલો (૫૧ પેટી) દારૂ મળી આવતાં રિક્ષા તથા દારૂનો જથ્થો કબ્જે કરી આરોપી આદિલહુશેનની ધરપકડ કરવામાં આવી હતી.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી રવિમોહન સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજાની સુચના હેઠળ એસીપી ક્રાઇમ જયદિપસિંહ એચ. સરવૈયા, પી.એસ.આઇ. એમ.એસ. અંસારી, એસઓજીના વિજેન્દ્રસિંહ ઝાલા, જીતેન્દ્રસિંહ ઝાલા, ફિરોઝભાઇ રાઠોડ, પેરોલ ફરલોના જયપાલસિંહ ઝાલા, અઝરૂદ્દીન છોટુમિંયા બુખારી, એએસઆઇ જગદીશભાઇ કિહોર, ચંદ્રસિંહ બી. જાડેજા, હેડકોન્સ. ભુપતભાઇ દેસાઇ (રબારી), ધર્મેન્દ્રસિંહ ઝાલા, ક્રિપાલસિંહ જાડેજા, પ્રતાપસિંહ મોયા, સુધીરસિંહ જાડેજા સહિતના જોડાયા હતાં.

(11:58 am IST)