Gujarati News

Gujarati News

News of Friday, 23rd November 2018

રાજકોટ સહિત રાજ્યભરમાં રાશનીંગ દુકાનદારોનું એલાને જંગ : નવા સોફટવેરનો વિરોધ : પરમીટનો બહિષ્કાર

ડીસેમ્બર માસનો પુરવઠો નહિ ઉપાડવા રાજ્યભરમાં એસો.નો આદેશ : સવારથી પુરવઠા તંત્રમાં દોડધામ

રાજકોટ તા. ૨૩ : જસદણ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી વખતે જ રાશનીંગ દુકાનદારોએ બરોબરનો ધોકો પછાડયો છે, નવા સોફટવેરનો બહિષ્કાર કરી ડીસેમ્બર મહિનાનો પુરવઠો ના ઉપાડવાનું એલાન કરતા રાજકોટ સહિત રાજ્યભરમાં પૂરવઠા ખાતુ ધંધે લાગી ગયું છે.

ડીસેમ્બરની પરમીટ જે ૧૫ તારીખ પહેલા ઉપાડવાની હોય તે ઉપાડાઇ નથી, કેરોસીન - ખાંડ - ઘઉં - ચોખા - ગરીબોના અટકી જાય તેવી સ્થિતિ સર્જાઇ છે.

દુકાનદારોનું કહેવું છે કે, પહેલા રાજયમાં રાશન દુકાનદાર જે તે માસમા મળેલ પરમિટથી બે થી ત્રણ ટુકડામા પુરવઠો ઉપાડવા માટે બેંકમા ચલણ ભરીને રાશનદુકાનની સ્થિતિ મુજબ જથ્થો લાવીને વિતરણમા મુકી શકતા હતા.

જયારે નવા સોફટવેરમા તાલીમમા પણ તે મુજબ જથ્થો ઉપાડી શકસે તે બાબત જણાવેલ પરંતુ ડિસેમ્બર માસની પરમિટ અને ઓનલાઈન ICICI બેંકનુ એક જ ચલણમા આખા માસના પુરવઠાની રકમ ભરવાની સિસ્ટમ અમલી બનતા એસોસિએસન એ તેનો વિરોધ કરીને ડિસેમ્બર માસનો પુરવઠો ના ઉપાડવાનુ કર્યું એલાન તેમજ બેંકમા તે ચલણો પણ નહિ ભરવાનો દુકાનદારોને સૂચનાઓ આપી દિધી છે.

(3:39 pm IST)