Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

જન-ધન યોજના સહિતની લોકભોગ્ય યોજનાઓ ભા.જ.પ. કાર્યકરોએ ઘરે ઘરે પહોંચાડીઃ ગૌતમભાઇ ગેડિયા

સાસણની પ્રરિક્ષણ શિબીરમાં ભા.જ.પ.નાં પ્રદેશ અગ્રણી સહીતનાં વકતાઓએ કાર્યકરોને માર્ગદર્શન આપ્યું

રાજકોટ તા. ર૩: શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કીશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુરની એક સંયુકત અખબારી યાદીમાં જણાવેલ કે રાજકોટ મહાનગર માટે સાસણમાં પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવેલ છે.

આ પ્રશિક્ષણ વર્ગના સત્રમાં રાજકોટ શહેર સંગઠનના પ્રભારી ઝવેરીભાઇ ઠકરાર, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, સાંસદ મોહનભાઇ કુંડારીયા, પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ અને સત્રના વકતા ઉદય કાનગડ, ગોવિંદભાઇ પટેલ, લાખાભાઇ સાગઠીયા, જીતુ કોઠારી, કીશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર, મેયર ડો. પ્રદીપ ડવ, અભ્યાસ વર્ગના પાલન અભયસિંહ ચૌહાણ, અભ્યાસ વર્ગના ઇન્ચાર્જ નિતીન ભુત સહીતના ઉપસ્થિત રહ્યા હતા.

આ તકે તા. રર ના પ્રથમ દિવસે સત્ર-ર ના સત્ર અધ્યક્ષ શહેરના મેયર ડો. પ્રદિપ ડવ તથા સંત્ર સંચાલન નરેન્દ્રસિંહ ઠાકુરએ કરેલ. ત્યારે સત્રના વકતા અને પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ ડો. ભરતભાઇ બોઘરા એ 'સાત વર્ષમાં કેન્દ્ર/રાજય સરકારમાં અંત્યોદય પ્રયત્ન' વિષય પર વકતવ્ય આપેલ.

આ તકે સત્ર-૩ના અધ્યક્ષ ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલએ પ્રાસંગિક પ્રવચન કરેલ તથા સંચાલન જીતુભાઇ કોઠારીએ કરેલ ત્યારે પ્રદેશ ભાજપ અગ્રણી તથા વકતા ગૌતમભાઇ ગેડીયા એ 'કેન્દ્ર સરકારની વિકાસની યોજનાઓ-આપણા પ્રદેશના સંદર્ભમાં' વિષય ઉપર વકતવ્ય આપતા જણાવેલ કે જન-ધન યોજનાથી શરૂ કરી છેલ્લા સાત વર્ષમાં અનેક યોજનાઓ ઘર-ઘર સુધી પહોંચાડી પાર્ટીનો કાર્યકર્તા વાહક બન્યો છે તેમ જણાવેલ છે. સત્ર-૪ના અધ્યક્ષ ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયાએ પ્રાસંગિક પ્રવચન કરેલ.  સત્ર-પ ના અધ્યક્ષ રાજયના મંત્રી અરવિંદભાઇ રૈયાણી એ પ્રાશંગિક પ્રવચન કરેલ, તેમજ સત્રનું સંચાલન દિપકભાઇ પનારાએ સંભાળેલ. તેમજ સત્રના વકતા અને પ્રદેશ ભાજપ યુવા મોરચાના પ્રમુખ પ્રશાંતભાઇ કોરાટએ બદલાયેલ પરિસ્થિતિમાં ભાજપાનું દાયિત્વ અને વર્તમાન સમયમાં ભાજપાની વિશેષતાની સમજ વિષય ઉપર વકતવ્ય આપેલ. આ પ્રશિક્ષણ વર્ગ અભ્યાસ વર્ગની વ્યવસ્થા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ જીતુ કોઠારી, કીશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર સંભાળી રહ્યા છે. પ્રશિક્ષણ વર્ગના ઇન્ચાર્જ તરીકે નિતીન ભુત, તથા વિવિધ જવાબદારી વિક્રમ પુજારા, અશોક લુણાગરીયા, મહેશ રાઠોડ, રઘુભાઇ ધોળકીયા, સંભાળી રહ્યા છે, પ્રબંધકની વ્યવસ્થા અનિલભાઇ પારેખ સંભાળી રહ્યા છે, સત્રના પ્રારંભે સાંધિક ગીત હરેશભાઇ જોષીએ કરાવેલ. સહઇન્ચાર્જ તરીકે મહેશ પરમાર, પરાગ મહેતા તેમજ મીડીયાની જવાબદારી રાજન ઠકકર તેમજ અન્ય વ્યવસ્થા રમેશભાઇ જોટાંગીયા, રાજ ધામેલીયા, રામભાઇ ચાવડા સંભાળી રહ્યા છે.

(4:31 pm IST)