Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

આશાપુરા મેઇન રોડ પર ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો પ્રદિપ પકડાયો

ક્રાંઇમ બ્રાંચના પીએસઆઇ એમ.એમ.ઝાલાની ટીમે દબોચ્યોઃ કપાત લેનાર અંકીત પટેલનું નામ ખુલ્યુ

રાજકોટ, તા.૨૩: શહેરના આશાપુરાનગર મેઇન રોડ પર ક્રાઇમ બ્રાંચની ટીમે બાતમીના આધારે દરોડો પાડી ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા શખ્સને પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ આશાપુરા નગર મેઇન રોડ પર એક શખ્સ ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો હોવાની ક્રાઇમ બ્રાંચના કોન્સ.ઉમેશભાઇ, જગદીશભાઇ તથા સંજયભાઇને બાતમી મળતા પીઆઇ વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ.એમ.ઝાલા, હેડ કોન્સ ધીરેનભાઇ માલકીયા, ઉમેશભાઇ, સંજયભાઇ, જગદીશભાઇ સહિતે દરોડો પાડી ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા પ્રદિપ લાખાભાઇ સીંધવ (ઉ.વ.૪૫) (રહે. ગોંડલ રોડ દોશી હોસ્પિટલ પાસે પપૈયાવાડી શેરી નં.૩)ને પકડી લઇ મોબાઇલ ફોન તથા રૂ.૮૬૪૦ રોકડા તથા એક મોબાઇલ નંબર લખેલી ચીઠી સહિતની મતા કબ્જે કરી હતી. તપાસ દરમ્યાન કપાત લેનાર અંકીત પટેલનું નામ ખુલતા તેની શોધખોળ હાથ ધરી છે.

(4:29 pm IST)