Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

શહેરમાં ગઇકાલે વધુ બે કોરોના પોઝિટિવ સાથે કુલ ૮ દર્દીઓ સારવારમાં

ગઇકાલે નોંધાયેલ બન્ને દર્દીઓ બહારગામનાં: રાજકોટમાં ટેસ્ટીંગ કરાવતા સંક્રમિત હોવાનું ખુલ્યુ

રાજકોટ તા.ર૩: કોરોના સંક્રમણ ધીમુ પડી રહ્યું છે ત્યારે ગઇકાલે શહેરમાં ૨નો રિપોર્ટ કોરોના પોઝીટીવ આવતા મ.ન.પા.નું આરોગ્ય તંત્ર દોડધામમાં પડી ગયું છે. આ બન્ને દર્દીઓ બહારગામનાં છે. રાજકોટમાં ટેસ્ટીંગ કરાવતા સંક્રમિત હોવાનું ખુલ્યુ હતુ.

આજે બપોરે ૧ર સુધીમાં કોરોનાનો કોઇ નવો કેસ નથી.અને કુલ ૮ દર્દી સારવારમાં છે.

આ અંગે નાયબ આરોગ્ય અધિકારીએ સતાવાર જાહેરાત કર્યા મુજબ રાજકોટમાં કાલે વધુ બે પોઝિટિવ કેસ આવ્યા જેમાં ગિર સોમનાથના સુત્રાપાડા ગામના ૩૪ વર્ષના યુવાને સિનર્જીમા ટેસ્ટ કરાવતા પોઝિટિવ આવ્યો હતો. તેમનો રાજકોટ સાથે કોઈ કનેકશન નથી.

જયારે મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના ધ્રોલીયા ગામનો ૩પ વર્ષના યુવાન, રહે. રૈયા રોડ આલાપ ગ્રિન સિટી રાજકોટમાં રહેતા પરિવારને મળવા આવ્યા હતા. ગત તારીખ ૨૧મી એ પોઝિટિવ આવ્યો છે. પરિવારના ત્રણ સભ્યોએ બન્ને ડોઝ લીધાં છે. એક છ વર્ષનો બાળક છે.  પરિવારના ચાર સભ્યોને માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન હેઠળ કોરોન્ટાઇન કરાયા છે. બધાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

(2:51 pm IST)