Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

મીનીસ્ટ્રી ઓફ હાઉસીંગ એન્ડ અર્બન અફેર્સના સેક્રેટરી દુર્ગા શંકર મિશ્રા કાલે રાજકોટમાં મ.ન.પા.ના પ્રોજેકટની મુલાકાત લેશે

રાજકોટ,તા. ૨૩ : આવતીકાલ તા. ૨૪ના રોજ મીનીસ્ટ્રી ઓફ હાઉસીંગ એન્ડ અર્બન અફેર્સના સેક્રેટરીશ્રી દુર્ગાશંકર મિશ્રા રાજકોટ શહેરની મુલાકાતે આવી રહ્યા છે. આ મુલકાત દરમ્યાન તેઓ સવારે ૯:૩૦ વાગ્યાથી લાઇટ હાઉસ પ્રોજેકટ, રોબર્સ ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટ, અટલ સરોવર, માધાપર સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, મહાત્મા ગાંધી મ્યુઝિયમની વિઝિટ કરશે. અને ત્યારબાદ રાજકોટ મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે તમામ વિઝિટ કરેલા પ્રોજેકટનું પ્રેઝેન્ટેશન નિહાળશે અને માહિતી મેળવશે.

(2:50 pm IST)