Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

મારૂતિ કુરિયર દ્વારા ૩૬મી વર્ષ ગાંઠે ૩૬ ચેનલ પાર્ટનર્સનો ઉમેરો : 'જવેલ્સ ઓફ શ્રી મારૂતિ'ની અનોખી પહેલ

રાજકોટ તા. ૨૩ : દેશની સૌથી મોટી કુરિયર અને લોજિસ્ટિકસ કંપની બનવા લક્ષ્યાંક સાથે શ્રી મારૂતિ કુરિયર સર્વિસીઝ પ્રાઈવેટ લિમિટેડ આક્રમકપણે એકસપાન્શન પર ધ્યાન આપી રહી છે. કંપનીની ૩૬ મી એનિવર્સરી નિમિતે શ્રી મારૂતિએ એક જ દિવસમાં દેશભરમાં ૩૬ ચેનલ પાર્ટનર્સને જોડીને આ દિવસને સવિશેષ બનાવ્યો હતો.

ઉત્સાહિત કર્મચારીઓની અને ચેનલ પાર્ટનર્સની કંપની પ્રત્યેની પ્રતિબદ્ઘતા, સમર્પણ અને અથાક પરિશ્રમની સરાહના કરવા માટે શ્રી મારૂતિએ દેશવ્યાપી નેટવર્કમાંથી ૩૬ અત્યંત પ્રતિભાશાળી કર્મચારીઓ અને અલગ અલગ કેટેગરીના ૩૬ ચેનલ પાર્ટનર્સની પસંદગી કરીને કંપની માટે તેમની પ્રતિબદ્ઘતા અને સમર્પણ બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ બાબતે શ્રી મારૂતિ કુરિયર સર્વિસીઝ પ્રાઈવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેકટર શ્રી અજય મોકરિયાએ જણાવ્યું હતું કે અમારી ૩૬ મી એનિવર્સરીના દિવસે શ્રી મારૂતિ પરિવારમાં ૩૬ ચેનલ પાર્ટનર્સને જોડીને અમે ગર્વ અનુભવી રહ્યા છીએ. આ દિવસ અમારા માટે ખાસ એટલા માટે પણ છે કારણ કે અમે દબદબાભેર ૩૬ વર્ષ પૂરા કરનારી પહેલી અને એકમાત્ર ભારતીય એકસપ્રેસ કુરિયર કંપની બન્યા છીએ.

તેઓએ જણાવ્યુ હતુ કે અમારો વિકાસ અને એકસપાન્શન દેશવ્યાપી નેટવર્કને મજબૂત બનાવવાના અને અમારી સેવાઓ માટે સર્વોચ્ચ ગ્રાહક સંતોષ હાંસલ કરવાના અમારા વિઝનને અનુરૂપ છે. આ એનિવર્સરી નિમિતે અમે અમારા કર્મચારીઓ તથા ચેનલ પાર્ટનર્સની કામગીરીને બિરદાવવા માટે 'જવેલ્સ ઓફ શ્રી મારૂતિ' પહેલ પણ શરૂ કરી છે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે શ્રી મારૂતિ કંપનીના વિકાસમાં ચેનલ પાર્ટનર્સની મહત્વની ભૂમિકાની સરાહના કરે છે. ચેનલ પાર્ટનર્સની સિનિયોરિટી, સમર્પણ અને વિકાસમાં તેમના પ્રદાન જેવા વિવિધ પેરામીટર્સને ધ્યાનમાં રાખતાં મેનેજમેન્ટ દરેક કેટેગરી હેઠળના ૩૬ ચેનલ પાર્ટનર્સનું સન્માન કરે છે. ૩૬ મી એનિવર્સરીના પ્રસંગે કંપની તેના તમામ કલાયન્ટ્સ અને બિઝનેસ એસોસિયેટ્સ પ્રત્યે નિષ્ઠાપૂર્વકની કૃતજ્ઞતા વ્યકત કરે છે. જેમણે અમને સેવાઓ પૂરી પાડવાની તક આપી છે અને તમામ પ્રકારે સહકાર આપ્યો છે.

શ્રી મારૂતિ કુરિયર સર્વિસીઝ પ્રાઈવેટ લિમિટેડ ભારતની ટોચની ત્રણ અગ્રણી કુરિયર અને લોજિસ્ટિકસ કંપનીઓમાં સમાવિષ્ટ છે જે પ્રશંસનીય બ્રાન્ડ નેમ, વિશ્વાસ અને વિશ્વસનીયતા ધરાવે છે. વર્ષ ૧૯૮૫ માં સ્થપાયેલી કંપની દેશભરમાં ૧૨૦ રિજનલ ઓફિસ અને ૩,૨૦૦ ચેનલ પાર્ટનર્સનું વિશાળ નેટવર્ક ધરાવે છે. નવા ચેનલ પાર્ટનર્સ ઉમેરીને કંપની દેશભરના ખૂણેખૂણે કુરિયર અને લોજિસ્ટિકસ સર્વિસીઝ પૂરી પાડવા તેનું નેટવર્ક મજબૂત બનાવી રહી છે.

શ્રી મારૂતિ દેશભરમાં ફેલાયેલું ૩,૨૦૦ આઉટલેટ્સનું મજબૂત નેટવર્ક પણ ધરાવે છે. કુરિયર સર્વિસીઝ ઉપરાંત કંપનીએ સપ્લાય ચેઈન અને ઈન્ટરનેશનલ કાર્ગો સર્વિસીસ ક્ષેત્રે પણ વિસ્તરણ કર્યું છે. કંપની તેના નેટવર્કમાં દેશભરમાં વધુ ૨,૦૦૦ લોકેશન્સ ઉમેરવાની પ્લાનિંગ કરી રહી છે. નેટવર્ક એકસપાન્શન, સપ્લાય ચેઈન સોલ્યુશન્સ, ઈન્ટરનેશનલ સર્વિસીઝ જેવી નવી પ્રોડકટ્સને પ્રમોટ કરીને તેમજ  ઈનોવેટિવ આઈડિયાઝ તથા અપગ્રેડેડ ટેકનોલોજી સાથે વર્લ્ડ કલાસ લોજિસ્ટિક સોલ્યુશન્સ પૂરા પાડીને શ્રી મારૂતિ આગામી પાંચ વર્ષમાં રૂ. ૧,૦૦૦ કરોડના ટર્નઓવરનો લક્ષ્યાંક રાખે છે.

પોતાના સમર્પણ અને મહેનત બદલ કર્મચારીઓ તથા ચેનલ પાર્ટનર્સને સન્માનિત કરવામાટે શ્રી મારૂતિ એક ઉત્ત્।મ વર્કપ્લેસ ઊભું કરવાની પરંપરા અને મૂલ્યોને આગળ ધપાવી રહી છે. 'જવેલ્સ ઓફ શ્રી મારૂતિ' પહેલ હેઠળ કંપની તેના કર્મચારીઓ તથા ચેનલ પાર્ટનર્સ માટે શ્રેષ્ઠતમ એચઆર પ્રેકિટસીસ લાવી રહી છે. ભારતના વિવિધ સેન્ટર્સથી પસંદ કરાયેલા ૩૬ કર્મચારીઓ અને અલગ અલગ કેટેગરી હેઠળના ૩૬ ચેનલ પાર્ટનર્સને તેમની કામગીરી અને કામ પ્રત્યે તેમના અભૂતપૂર્વ ઉત્સાહ માટે પસંદ કરવામાં આવ્યા હતા. તેમને પ્રમાણપત્ર અને ગિફ્ટ વાઉચર્સ આપીને કંપની માટેની તેમની કામગીરીને બિરદાવવામાં આવી હતી.

(1:15 pm IST)