Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

હોસ્પિટલ ચોક બ્રિજના સર્વિસ રોડનું કામ તાત્કાલિક પૂર્ણ કરો : ઉદિત અગ્રવાલ દ્વારા સ્થળ મૂલાકાત

રાજકોટઃ સ્માર્ટ અને વિકાસ તરફ વેગવંતુ બનાવવા હાથ ધરવામાં આવી રહેલા વિવિધ પ્રોજેકટમાં શહેરમાં સરળ પરિવહન માટેના પ્રોજેકટનો પણ સમાવેશ આથી રહ્યો છે. ટ્રાફિકની સમસ્યાનો ક્રમશઃ ઉકેલ આવે તે માટે શહેરમાં વિવિધ મહત્વપૂર્ણ ટ્રાફિક જંકશન ખાતે અન્ડરબ્રીજ કે ઓવરબ્રિજના પ્રોજેકટ આગળ ધપી રહ્યા છે. મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે ગઈકાલે સવારે મહત્વપૂર્ણ બે પ્રોજેકટ એવા લક્ષ્મીનગર રેલ્વે અન્ડરબ્રીજ અને આમ્રપાલી રેલ્વે ફાટક ખાતેના અન્ડરબ્રીજ પ્રોજેકટની મુલાકાત કર્યા બાદ ગઈકાલે સાંજે વાગ્યે અન્ય એક મહત્વપૂર્ણ પ્રોજેકટ સિવિલ હોસ્પિટલ ટ્રાયએન્ગ્યુંલર ફ્લાયઓવર બ્રિજના ચાલુ પ્રોજેકટની મુલાકાત અને સમીક્ષા કરી હતી.જેમાં બ્રિજનો સર્વિસ રોડ તથા યુટિલીટીની કામગીરી સમયસર અને ઝડપી પૂર્ણ થાય તે માટે એજન્સી અને કન્સલ્ટન્ટીંગના પ્રતિનિધિશ્રીઓને સુચના આપી હતી. જેમાં મ્યુનિ. કમિશનરશ્રી સાથે નાયબ મ્યુનિ. કમિશનર ચેતન નંદાણી, પી.એ. (ટેક.) ટુ રસિક રૈયાણી, સિટી એન્જી. શ્રી કે.એસ.ગોહેલ,  એચ. એમ. કોટક, ડે. એકસી. એન્જી.  કુંતેશ મહેતા, શ્રી પટેલીયા,મહેશ જોષી, એમ. આર. શ્રીવાસ્તવ, આસી. એન્જી.  ધીરેન કાપડિયા, શ્રી રૂપાપરા ઉપસ્થિત રહ્યા હતા.  

(4:06 pm IST)