Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

ઇન્ટરનેટ સ્પીડ બાબતે BSNL બ્રોડ-બેન્ડથી ગ્રાહકો તોબા પોકારી ગ્યા છે

5Gના યુગમાં 3Gની સ્પીડથી ભારે મુશ્કેલીઓ : ફરીયાદો કોઇ સાંભળતુ નથી : ગ્રાહકોમાં ભારે રોષ

રાજકોટ, તા. ર :  બી.એસ.એન. બ્રોડ બેન્ક ગ્રાહકો ઇન્ટરનેટની સ્પીડ બાબતે તોબા પોકારી ઉઠયાની ફરીયાદો વ્યાપક પ્રમાણમાં ઉઠવા પામી છે.

ગ્રાહકોમાં ઉઠેલી ફરીયાદ મુજબ ઓન એવરેજ બ્રોડબેન્કનાં યુઝરનો વપરાશ 5GB to 20GB પ્રતિ દિવસનો છે. ત્યારે ઇન્ટરનેટની બાબતમાં હજી પણ બી.એસ.એન.એલ. ઉપર બ્રોડબેન્ડ બાબતે  ભરોષો રાખી રહ્યા છે. બી.એસ.એન.એલ. ના ઉચ્ચ કક્ષાએથી કોઇપણ પ્રકારનું મેનેજમેન્ટ યોગ્ય નથી. આજ વલણ રહેશે તો ટેલીકોમ મંત્રાલય સુધી ફરીયાદો થશે. રાજકોટ શહેરનાં હજારો લોકોની બ્રોડબેન્ડની ફરીયાદ સાંભળવામાં આવતી નથી. જયારે કે તમામ નેટવર્ક ઓનલાઇન થઇ રહ્યું છે. તેવા સંજોગોમાં તમામ એટલે કે મોટા ભાગનો પત્ર-વ્યવહાર ઇમેઇલ તથા કોમ્યુનીકેશન મારફતે જ થઇ રહ્યો છે. ઘણા કિસ્સામાં વોકસએપ તથા અન્ય સોશ્યલ મીડીયાને પણ ઇન્વોલ કરવામાં આવેલ છે.

આડકતરી રીતે જ બી.એસ.એન.એલ.ના કર્મચારીઓને DOT ના અધિકારીએ નુકશાનીમાં ધકેલી રહ્યા છે. (૯.૧૭) નોંધનીય છે કે ૧૪૪ કેબીપીએસની સ્પીડ હોય તો 3G કહી શકાય જે અમેરિકામાં ર૦૦૩ માં જ ઉપલધ્ધ હતી. હાલમાં અમેરિકામાં  5G ઉપલબ્ધ  થયું ગયેલ છે. તેમજ વિશ્વ કક્ષાની જેટ ઝડપે ઇન્ટરનેટની સર્વીસ આપવામાં આવી રહેલ છે. જયારે બી.એસ.એન. એલ. હજુ  થ્રી-જી જેવી સ્પીડ આપી રહ્યું છે.

(4:04 pm IST)