Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

મજાક મસ્તીથી લાગી આવતા જેલમાં મહિલા કેદી યાસ્મીને પી લીધું હેન્ડવોશ

રાજકોટ તા. ર૩: સેન્ટ્રલ જેલમાં ગાંજાના કેસમાં સજા ભોગવતી મહિલા કેદીએ હેન્ડવોશ પી લેતા તેને સારવાર માટે ખસેડાઇ છે.

મળતી વિગત મુજબ સેન્ટ્રલ જેલમાં ગાંજાના કેસમાં સજા ભોગવતી યાસ્મીન ગુલમામદભાઇ (ઉ.વ. ૩૪) સવારે પોતાની બેરેકમાં હતી ત્યારે બેરેકમાં બીજી મહિલા કેદીઓ મજાક મસ્તી કરતી હોઇ તેથી યાસ્મીનને લાગી આવતા તેણે બાથરૂમમાં જઇ હેન્ડવોશ પી લીધું હતું. બાદ તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. આ બનાવ અંગે પ્ર.નગર પોલીસ મથકનાં પીએસઆઇ રાઠોડ તથા રાઇટર રામજીભાઇએ તપાસ હાથ ધરી છે.

(4:03 pm IST)