Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

ધોળકીયા સ્કુલ દ્વારા દરરોજ પુજન- બેઠા ગરબાઃ પૂ. પરમાત્માનંદજી અને પુનિત ઇસ્સાર (દુર્યોધન)ના હસ્તે માતાજીની આરતી

રાજકોટઃ ધોળકિયા સ્કૂલ-રાજકોટ દ્વારા છેલ્લા છ વર્ષથી પરંપરાગત રીતે પ્રાચીન નવરાત્રી મહોત્સવ ઉજવવામાં આવે છે. ચાલુ વર્ષે વર્તમાન પરિસ્થિતિને ઘ્યાનમાં રાખીને માતાજીની માંડવીનું સ્થાપન કરી નિયમિત પૂજન અને બેઠા ગરબા યોજવામાં આવે છે.

 આ માતાજીના સ્થાનકે વિશ્વધર્મ સંસદના કન્વીનરશ્રી તેમજ આર્ષ વિધા મંદિર (મુંજકા)ના અધ્યક્ષ પ.પૂ. સ્વામીશ્રી પરમાત્માનંદ સરસ્વતીજીના વરદ હસ્તે માતાજીની આરતી સંપન્ન કરવામાં આવી હતી. રાજકોટ શહેરના મહેમાન બનેલા બોલીવુડ-મુંબઈના ખ્યાતનામ કલાકાર, સ્ક્રીપ્ટ રાઈટર, સોંગ અને ડાયલોગ રાઈટર તેમજ મરાઠી, હિન્દી, અંગ્રેજી ભાષામાં ૧૫૦ થી વધુ ફિલ્મોમાં કામ કરી ચૂકેલા તેમજ અમિતાભ બચ્ચન, ઋષિકપુર જેવા મહાન કલાકારો સાથે અગ્રણી કિરદાર નિભાવી ચૂકેલ તેમજ એતિહાસિક સિરિયલ 'મહાભારત'માં મુખ્ય કલાકાર 'દૂર્યોધન' તરીકે કામ કરી ચૂકયા છે. તેવા શ્રી પુનીત ઈસ્સારજી ધોળકિયા સ્કૂલની ગરબીની મુલાકાતે આવેલ અને તેઓએ માતાજીના પૂજન અર્ચનમાં ભાગ લીધેલ હતો અને શાળા દ્વારા થતી સંસ્કાર સિંચનની પ્રવૃત્ત્િ। બદલ શાળાના ટ્રસ્ટીશ્રી જીતુભાઈ અને કૃષ્ણકાંતભાઈ ધોળકિયાને અભિનંદન પાઠવેલ હતા.

(3:19 pm IST)