Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

સવારના બદલે ગત મધરાતથી ઠંડક પ્રસરીઃ સવારે ઝાકળ વરસી

ચોમાસાનુ જોર ઘટયુઃ બપોરે બફારોઃ મિશ્ર વાતાવરણ યથાવત

રાજકોટ તા. ર૩ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ધીમે ધીમે શિયાળાની અસર શરૂ થતી હોય તેવુ વાતાવરણ છવાઇ રહ્યુ છે. છેલ્લા બે-ત્રણ દિવસથી વહેલી સવારે સામાન્ય ઠંડકનો અનુભવ થતો હતો.

જોકે ગત મોડી રાત્રીથી જ ઠંડકની અસર વધુ પ્રસરી હતી. અને સવારે ઝાકળવર્ષા પણ થઇ હતી.

જો કે સવારના સમયે સૂર્યનારાયણના દર્શન થતાની સાથે જ હુંફાળુ વાતાવરણ છવાઇ જાય છે. અને જેમ જેમ દિવસ પસાર થાય છે. તેમ તેમ ગરમીની અસર વધુ અનુભવાય છે.બપોરના સમયે ગરમીનું પ્રમાણ વધુ હોવાથી લોકોને અસહ્ય ઉકળાટનો અનુભવ થાય છે.

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ચોમાસાનુ જોર ઘટયુ છે અને મિશ્ર વાતાવરણ યથાવત છે.

જો કે હજુ લઘુતમ તાપમાનનો પરો નીચે ઉતરતો ન હોવાથી વધુ ઠંડકનો અનુભવ થતો નથી. પરંતુ એકંદરે મિશ્ર વાતાવરણનો માહોલ યથાવત છે.

(11:44 am IST)