Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

કેશોદ બસ સ્ટેશન પાસે મેટાડોરે બાઇકને હડફેટે લેતા ગીરીશભાઇ જોશીનું રાજકોટમાં મોત

રાજકોટ તા. ર૩: કેશોદમાં બસ સ્ટેશન નજીક મેટાડોરના ચાલકે બાઇકને હડફેટે લેતા પ્રૌઢનું રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નિપજયું હતું.

મળતી વિગત મુજબ કેશોદના પીપળીયા-માંગરોળ રોડ પર રહેતા ગીરીશભાઇ મોહનભાઇ જોશી (ઉ.વ. પ૦) પરમ દિવસે પોતાનું બાઇક લઇને બસ સ્ટેન્ડેથી ઘરે જતા હતા ત્યારે બસ સ્ટેન્ડ પાસે મેટાડોરના ચાલકે પુરઝડપે આવી બાઇકને ઠોકર મારતા ગીરીશભાઇ ફંગોળાઇ ગયા હતા. બનાવ બનતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા અને ગીરીશભાઇને માથાના ભાગે ઇજા થઇ હોઇ, તેથી તેને સારવાર માટે રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. આ બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસ મથકના પીએસઆઇ પી. કે. ક્રીશ્ચયન અને રાઇટર મહેશભાઇ કછોટે પ્રાથમીક કાગળો કરી કેશોદ મોકલ્યા છે.

(10:52 am IST)