Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd October 2019

રાજકોટ એસ.ટી.ને 15 નવી બસો મળી: વધુ 5 ડિલક્સ બસો દિવાળી પહેલા ફાળવવાશે

જુની અને ઓવ૨ એઈજ 15 બસોને સ્ક્રેપમાં મુક્વામાં આવશે.

 

રાજકોટ : દિવાળી તહેવારમાં રાજકોટ એસ.ટી. વિભાગને વધુ 15 બસો ફાળવવામાં આવી છે.હજુ થોડા દિવસ પહેલા 20 જેટલી નવી બસો આવ્યા બાદ ફરી બીજા 15 નવા વાહનો આવ્યા છે અને વધુ 5 નવા વાહનો દિવાળી પહેલા એટલે કે બે ત્રણ દિવસમાં આવી જશે.

  અંગેની જાણવા મળ્યા મુજબ છેલ્લા એક સપ્તાહ દ૨મ્યાન રાજકોટ એસ.ટી. વિભાગને ડિલક્સ અને ગુર્જરીનગરી પ્રકા૨ની 15 નવી , બસો સેન્ટ્રલ ઓફિસ દ્વારા ફાળવવામાં આવી છે. નવી બસો રાજકોટ એસ.ટી. વિભાગનાં રાજકોટ ઉપરાંત ગોંડલ , વાંકાને૨ , જસદણ , લીંબડી , સુરેન્નગ૨ અને ચોટીલા ડેપોને ફાળવવામાં આવી છે  ઉપરાંત હજુ 5 ડિલક્સ પ્રકા૨ની નવી બસો પણ દિવાળી પહેલા રાજકોટ વિભાગને મળી જના૨ છે

  અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા થોડા સમયમાં રાજકોટ વિભાગને 40 જેટલી નવી બસો ફાળવાતા હવે ટુંકમાં ઓવ૨ચેઈજ બસોનું પ્રમાણ થોડુ ઘટશે.ગત સપ્તાહ દ૨મ્યાન રાજકોટ એસ.ટી.ને 15 નવી બસો મળતા હવે જુની અને ઓવ૨ એઈજ 15 બસોને સ્ક્રેપમાં મુક્વામાં આવશે.

(10:33 pm IST)