Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd October 2019

મેટોડા જીઆઇડીસીમાં ભંગારના ડેલામાં ૬૦ હજારની ચોરીઃ ૪ સકંજામાં

જામનગરના સુમીતભાઇ ખટરની ફરિયાદઃ તસ્કરો ૬૦ હજારનો સ્ક્રેપ ચોરી ગયા'તા

રાજકોટ તા. ર૩ : લોધીકાના મેટોડા જીઆઇડીસીમાં આવેલા ભંગારના ડેલામાં તસ્કરોએ ત્રાટકી રૂા.૬૦ હજારના સ્ક્રેપ ચોરી જતા ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ જામનગરમાં ખટર ગ્રીનવીલમાં રહેતા અને લોધીકાના મેટોડા જીઆઇડીસી ગેઇટ નં.૩ પાસે ભંગારનો ડેલો ધરાવતા સુમીતભાઇ કરમચંદભાઇ ખટર (ઉ.૪૦) ના ભંગારના ડેલામાં મોડી રાત્રે કોઇ અજાણ્યા ચાર શખ્સોએ પ્રવેશ કરી ડેલામાં રાખેલ પ૦૦ કિલોગ્રામ રૂા.૬૦ હજારના સ્ક્રેપ ચોરી ગયા હતા. આ બનાવ અંગે સુમીતભાઇએ લોધીકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ચાર શખ્સોને સકંજામાં લઇ પુછપરછ હાથ ધરી છે.

(4:01 pm IST)