Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd October 2019

ભાસ્કર પોલીસ એવોડ્ર્સ : ૨૭ જવાનની શ્રેષ્ઠ કામગીરીને બિરદાવીને સન્માનિત કરાયા

શહેરના શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિમાં સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે પ્રમુખસ્વામી ઓડીટોરીયમમાં પારિવારિક માહોલ વચ્ચે યોજાયો કાર્યક્રમ : દિવ્ય ભાસ્કર કયારેય કોઈએ કહેલી નહિં પરંતુ આધાર પુરાવા સાથે જ સમાચાર પ્રસિદ્ધ કરે છે : દેવેન્દ્ર ભટનાગર

રાજકોટ : પ્રજાને રાત દિવસ સુરક્ષા પૂરી પાડતી પોલીસના અલગ અલગ વિભાગમાં ઉત્કૃષ્ટ કામગીરી કરીને સમાજમાં પ્રેરણા પૂરી પાડનાર પોલીસ જવાનો અતે અધિકારીઓને સન્માનવા માટે દિવ્ય ભાસ્કર દ્વારા પોલીસ સ્મૃતિ દિને પોલીસ એવોર્ડનું ભવ્ય આયોજન કરાયું હતું. જેમાં રાજકોટ શહેરના ૨૭ પોલીસ જવાનને વિવિધ એવોર્ડ આપી તેમની કામગીરીને બિરદાવી હતી તેમ દિવ્ય ભાસ્કરની એક અખબાર જોગ યાદીમાં જણાવાયુ છે.  સમારંભમાં દિવ્ય ભાસ્કરના સ્ટેટ એડિટર દેવેન્દ્ર ભટનાગરે જણાવ્યું હતું કે, પોલીસ ટીકા કરવા માટે સોફ્ટ ટાર્ગેટ ગણાય છે અને કોઇ બનાવ બને તેમાં પોલીસની કામગીરી પર શંકા કરે છે પણ દિવ્ય ભાસ્કર અલગ વિચારધારા ધરાવે છે.

સમારંભમાં સિંગર ઈશાની દવેએ અલગ અલગ ગીતો ગાઈ લોકોની ચાહના મેળવી હતી. તેમજ પ્રેક્ષકો વચ્ચે જઇને પોલીસ અધિકારીઓ તેમજ અગ્રણીઓ પાસે પણ ગીત ગવડાવ્યા હતા.  જાણીતા  કટાર લેખક અને હાસ્યકલાકાર ડો.જગદીશત્રિવેદીએ પોલીસ વિભાગની હૃદય સ્પર્શી વાતો કરી હતી. સમારંભમાં પોલીસ કોન્સ્ટેબલથી માંડીને ઉચ્ચ અધિકારીઓને અલગ અલગ કેટેગરીમાં તેમની શ્રેષ્ઠ કામગીરી બદલ એવોર્ડ આપવામાં આવ્યા હતા. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, ડીસીપી ઝોન-૧ શ્રી મનોહરસિંહ જાડેજા અને ઝોન-૨ શ્રી રવિ સૈનીને માનદ એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા. પોલીસ જવાન અને અધિકારીઓની ઉત્કૃષ્ટ કાર્યશૈલીને બિરદાવવા માટે શહેરના શ્રેષ્ઠીઓ , અધિકારીઓ, અગ્રણીઓ આવ્યા હતા. જેમાં જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસિયા, એસપી બલરામ મીણા, આરોગ્ય અધિકારી ડો. જે.એમ. કંતિરા, સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડો. મનીષ મહેતા, મેડિકલ કોલેજના ડીન ડો. ગૌરવી ધ્રુવ, રોડ સેફ્ટી ઓથોરિટીના જે.વી. શાહ સહિતના અધિકારીઓ તેમજ મેયર બિનાબેન આચાર્ય, સાંસદ મોહનભાઈ કુંડારિયા, ધારાસભ્ય અરવિંદ રૈયાણી, ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, કમલેશ મિરાણી, જિલ્લા ભાજપ પ્રમુખ ડી.કે. સખિયા, ડેપ્યુટી મેયર અશ્વિન મોલિયા, પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજયગુરૂ, મનપાના શાસક પક્ષના નેતા દલસુખ જાગાણી તેમજ વિપક્ષીનેતા વશરામ સાગઠિયા, શહેર ભાજપના દેવાંગ માંકડ અને કિશોર રાઠોડ, લોધિકા તાલુકા પંચાયતના પ્રમુખ હરિશ્રંદ્રસિંઠ જાડેજા, રાજકોટ તાલુકાના અગ્રણી પૃથ્વીરાજસિંહ(ઘોઘુભા) જાડેજા અને કૃષ્ણરાજસિંહ (ખોડુભા) જાડેજા, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રો. વાઈસ ચાન્સેલર ડો.વિજય દેશાણી, સ્પોર્ટસ યુનિવર્સિટીના કુલપતિ ડો.અર્જુનસિંહ રાણા, સિન્ડિકેટ સભ્ય નેહલ શુકલ, મેહુલ રૂપાણી, હરદેવસિંહ જાડેજા તેમજ નિદત્ત્। બારોટ, આઈએમએના નેશનલ વાઈસ પ્રેસિડેન્ટ ડો. અતુલ પંડ્યા, સ્ટેટ વાઈસ પ્રેસિડેન્ટ ડો. હિરેન કોઠારી, રાજકોટ પ્રેસિડેન્ટ ડો.ચેતન લાલસેતા અને સેક્રેટરી ડો. તેજસ કરમટા, ડો. સુરેશ જોષીપુરા, ધારાશાસ્ત્રીઅભયભાઈ ભારદ્દાજ , સરકારી વકીલ સમીર ખીરા, ઈન્ડિયન ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડ રવીન્દ્ર જાડેજાના પત્ની રિવાબા અને બહેન નયનાબા જાડેજા, સોરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ જયદેવ શાહ અને સભ્ય ભૂપત તલાટિયા , શાળા સંચાલક અજય પટેલ, ભરત ગાજીપરા, ડી.કે. વારોતરિયા, અવધેશ કાનગડ, ડી.વી. મહેતા, રશ્મિકાંત મોદી, કૃષ્ણકાંત ધોળકિયા, શૈલેષ જાની, નલિન ઝવેરી, ચેમ્બર ઓફ કોમર્સના મંત્રી નોતમ બારસિયા તેમજ પૂર્વ પ્રમુખ શિવલાલ બારસિયા, શાપર વેરાવળ ઈન્ઙ એસોસીએશન પ્રમુખ કિશોર ટીલાળા અને ઉપપ્રમુખ રતીભાઈ સાદડીયા, રાજકોટ એન્જી. એસો.ના જોઈન્ટ સેક્રેટરી નરેન્દ્ર પાંચાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ યોજવા માટે ભરત સોનવાણી (અનંત ગ્રુપ), રસીકભાઈ ખાણદળ (વાઈબ્રન્ટ મેટલ ટેક.ના એમડી) તેમજ ડો.અનિરૂદ્ધ સાવલીયા (સાવલીયા આઈ હોસ્પિટલ)નો સહયોગ સાંપડ્યો હતો. તેમ દિવ્ય ભાસ્કરની અખબારી યાદીમાં જણાવાયુ છે.

(4:00 pm IST)