Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd October 2019

લોહાણા વિદ્યાર્થી ભવન વડાલા ખાતે સરસ્વતી સન્માન

લોહાણા વિદ્યાર્થી ભવન વડાલા ખાતે શેઠ માવજી વિશ્રામ કચરાણી સભા ગૃહમાં લોહાણા સમાજના તારલાઓને સન્માનિત કરવા માટે ૭૪ મો સરસ્વતી સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભારતીય સંસ્કૃતિની પ્રણાલિકા મુજબ સમારંભની શરૂઆત પવિત્રમય વાતાવરણ  વચ્ચે સરસ્વતી માતાની પ્રાર્થના કરવામાં આવી હતી. સમારંભના અતિથી વિશેષ અને મંગળ પ્રવકતા બ્રહ્મચારીણી ચૈતન્ય ની તેમજ પુસ્તકદાતા રાકેશ કાનાબારની ઉપસ્થિતીમાં મંડળના પ્રમુખ તથા સંસ્થાના માનંદ મંત્રી હસમુખ જોબનપુત્રા, મંડળના ઉપપ્રમુખ પ્રો. જી.કે. દાવડા, ભરત ઠક્કર, માનદમંત્રી ધમેન્દ્ર રૂઘાણી, માનદમંત્રી વિકાસ કોઠારી, સંસ્થાના પ્રમુખ ડો. આર.જી. જીમુલિયા, મેનેજીંગ ટ્રસ્ટી હીરાલાલ ઠક્કર, જો. મેનેજીંગ ટ્રસ્ટી રમેશ ઠક્કર, ટ્રસ્ટી અરૂણકાંત દાવડા, કારોબારી સભ્ય યોગેશભાઇ ઠક્કર, ડો. કિરીટ દવાવાલા, વિનય ઠક્કર તેમજ ભૂતપૂર્વ વિદ્યાર્થી મિત્રો તેમજ અનેક મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટય કરવામાં આવેલ.

શૈક્ષણિક વર્ષ ૨૦૧૮-૧૯ સંસ્થામાં રહી  અભ્યાસ કરતા ૬ શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને અનુક્રમે અમર તન્ના, ચિરાગ દેવાની, નિસર્ગ સચદે, પલ્કીન ઠકરાર, સ્નેહ ઠક્કર તેમજ વિશાલ ઠક્કરનું સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સંસ્થાના વિદ્યાર્થી દેવલ ધેવરિયા અને સ્નેહ ઠક્કરે અન્ય પાસ થયેલા વિદ્યાર્થીઓનો સન્માનનો કાર્યક્રમ આગળ વધાર્યો હતો અને વિદ્યાર્થીઓને પુસ્તકરૂપે ભેટ આપી સન્માનથી નવાજયા હતા.

(3:53 pm IST)