Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd October 2019

વોર્ડ નં. ૧૧ માં સીમેન્ટ રોડનું ખાતમુહુર્ત : રૂ.૩૪૪.૮૩ લાખ મંજુર

રાજકોટ : વોર્ડ નં. ૧૧ માં સમાવેશ થતા વિસ્તાર મવડી મેઇન રોડથી બી. ડી. કામદાર સોસાયટી સુધી કુલ ૭૦૦ ચો.મી. હાઇ વોલ્યુમ ફલાય એસ.એમ. ૪૦ ગ્રેડથી સિમેન્ટ રોડ બનાવવાનું કામ આરંભવામાં આવતા લોકોમાં આનંદની લાગણી પ્રસરી છે. આ વિસ્તારમાં વરસાદી પાણીની સમસ્યા વર્ષો જુની હતી. તેના નિકાલ માટે ૧૮૦૦ મીટર લંબાઇ તથા ૯૦૦ અને ૧૨૦૦ એમ.એમ. ડાયની પાઇપલાઇન લેઇંગ કરવામાં આવશે. સીમેન્ટ રોડની સાઇડમાં પેવીંગ બ્લોક બેસાડવામાં આવશે. આ કામ માટે રૂ.૩૪૪.૮૩ લાખની રકમ મંજુર કરવામાં આવી છે. આ વિસ્તારના કોર્પોરેટર ઘનશ્યામસિંહ જાડેજા, પરેશભાઇ હરસોડા, પારૂલબેન ડેર, વસંતબેન માલવીના હસ્તે આ કામનું ખાતમુહુર્ત કરવામાં આવેલ. આ પ્રસંગે વશરામભાઇ સાગઠીયા, વોર્ડ પ્રમુખ કેતનભાઇ વાળા, વિપુલભાઇ તારપરા, અશ્વિનભાઇ મોલીયા, શૈલેષભાઇ, જેન્તીભાઇ નિતેષભાઇ, હરેશભાઇ, સંજયભાઇ, હિતેષભાઇ, બાબુભાઇ, મંજુલાબેન, ગીતાબેન, ભાનુબેન, જયોત્સબનાબેન, પ્રકાશભાઇ, કિશોરભાઇ, ધીરૂભાઇ બોરીચા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(3:46 pm IST)