Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd October 2019

તંત્ર મચ્છરો સામે વામણું: મેલેરિયા શાખામાં ૨૧૫ કર્મીઓની ઘટ્ટ

રોગચાળા નિયંત્રણ માટે વર્ષે ૪.૫૨ કરોડ ખર્ચી નાખે છે છતા.. : પ્રદેશ મહીલા કોંગ્રેસ પ્રમુખ અને જાગૃત કોર્પોરેટર ગાયત્રીબા વાઘેલાએ જનરલ બોર્ડમાં પૂછેલા પ્રશ્ને જવાબમાં અધિકારીઓએ સ્વીકાર કરવો પડયો

રાજકોટ,તા.૨૩: શહેરમાં રોગચાળા નિયંત્રણ પાછળ વર્ષ ૪.૫૨ કરોડ ખર્ચી નખાય છે. છતાં રોગચાળો કાબુમાં આવતો નથી એટલુ જ નહીં ઓછા સ્ટાફને કારણે તંત્ર પહોંચી શકતુ નથી. તે બાબતનો સ્વીકાર અધિકારીઓએ સ્વીકાર અધિકારીઓએ પ્રદેશ મહીલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા અશોકસિંહ વાઘેલાને જનરલ બોર્ડમાં પૂછેલા પ્રશ્નેના જવાબમાં કયો છે.

આ અંગેથી સહિત વિગતો મુજબ ગાયત્રીબા વાઘેલા દ્વારા તા. ૧૯/૧૦/૧૯ના જન. બોર્ડમાં મેલેશીયા શાખાના કાયમી સ્ટાફ સેટપ અંગેની પુછવામાં આપેલ માહિતી તેમજ સરકાર દ્વારા શહેરની જનતાના આરોગ્ય જાળવણી પાછળ ખચાતા નાણા અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આરોગ્ય સંબંધી કામગીરીનો જે જવાબ મળ્યો છે. તે જોતા મેલેરિયા શાખાનું સેટ અપ ૧૯૭૮ બાવા આદમના વખતનુ઼
 ચાલ્યું આવે છે. અને તે સેટ મુજબ પણ ૬૯.૧૨ સ્કે કી.મી ના વિસ્તાર અનુસાર કુલ ૧૧૬ જુદી જુદી કેડરના કર્મચારીઓની ઘટ છે. જેમાં કર્મચારી છે અને ૨૧ કર્મચારીઓની ઘટ છે. જેમાં મેલેરિયા ઇન્સ. ૨/ ઇન્સેકટર કલેકટર ૧ સુપિરિપ ફિલ્ડ વર્કર. ૫ ફિલ્લ વર્કર -૧૩ જ્યારે હાલમાં શહેરનો વિસ્તાર ૧૨૯.૨૧ સ્કે. કિ.મી છે. તે મુજબ જુદી જુદી કેડર ના ૨૧૫ કર્મચારીઓની ઘટ છે. તે જોતા શહેરનું આરોગ્ય તંત્ર  થાય કાગળ ઉપર જ કામગીરી કરતુ હોય તેવું સ્પષ્ટ થાય છે. કારણે કે નિયમ અનુસાર શહેરનમાં ૨૫.૬ સ્કે કિમી ના વિસ્તારમાં મ.ન.પાએ જે આરોગ્યલક્ષી કામગીરી કરવાની છેે તે સ્ટાફની ઘટના કારણે થઇ શકી નથી.મજબુત અને દળદાર નેતૃત્વની વાળો કરનારા ભાજપના શાસકો શહેરની જનતાના આરોગ્ય જેવા ગંભીર પ્રશ્નમાં સરકારમાંથી પુરતુ કર્મચારીઓનું સેટઅપ પણ મંજુર કરાવી શકતા નથી. જ્યારે સમ્રગ શહેરમાં ઘરે ઘરે માંદગીના ખાટલા  છે. ત્યારે રાજકોટ મહાનગરપાલિકા વર્ષ રૂ. ૩,૨૭,૭૮,૦૭૨(ત્રણ કરોડ સત્યાવીસ  લાખ છયાંશી હજારને નોતેર)જેવો માનબર ખર્ચે (આરોગ્ય કર્મચારીઓના )પગાર પાછળ ખર્ચી નાખે છે. તેમજ મચ્છર જન્ય નિયંત્રણ (વાહનજન્ય) ઉભા કરવા પાછળ રૂ. ૧,૨૫,૦૦,૦૦૦ નો ખર્ચે કરે છે. છતાં પણ શહેરમાં ન તો રોગ ચાળો અટકે છેકે ન તો મચ્છરો ઓછા થાય છે છતા પણ મ.ન.પા નું તંત્ર વર્ષ ૩,૨૭,૮૬,૦૭૨+ ૧,૨૫,૦૦,૦૦૦= ૪,૫૨,૮૬,૦૭૨ (ચાર કરોડ બાવન લાખ છાયાંસી હજારને તોતેર) રૂપિયા રોગચાળાના નામે પગારના નામે ખર્ચી નાખે છે. તેમ અંગેમાં ગાયત્રીબાએ જણાવ્યું છે.

(3:31 pm IST)