Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd October 2019

જૈન ભુવનની મુલાકાત લેતા ખગોળશાસ્ત્રી ડો. જે.જે. રાવલ

ભોજનાલયની સ્વચ્છતા-સુઘડતા-પારદર્શી વહીવટ સરાહનીયઃ ડો. રાવલ

રાજકોટઃ તા.૨૩, રવિવારના તા.૬ના રોજ જાણીતા ખગોળ શાસ્ત્રી શ્રી જે.જે. રાવલે જૈન ભુવનની શુભેચ્છા મુલાકાત કરેલ, શ્રી રાવલ રાજકોટના સાયન્સ સેન્ટરમાં મુખ્ય મહેમાન તરીકે પધારેલ હતા.

ખુબ જ સરળ સ્વભાવના શ્રી ડો. રાવલ સમાજના જરૂરીયાતમંદનું ભોજનાલય જાતે નિહાળવા આવી પહોંચ્યા હતા. રમેશભાઇ શાહ(પ્રમુખ) તેમજ શશીકાંતભાઇ વોરા (સેક્રેટરી) એ તેમને આવકારી બહુમાન કરેલ. સંસ્થા વિશેનો તેઓને ટુંકો પરીચય અને ઇતિહાસ આપેલ હતો. તેઓએ પ્રત્યુતરમાં તુરંત જ જણાવેલ કે આ ભોજનાલયની જમવાની બેઠક વ્યવસ્થા ભોજનાલયની સ્વચ્છતા, છેલ્લા પાંચ વર્ષનો પારદર્શક વહીવટ, દાતા પરીવાર તરફથી જરૂરીયાતમંદને જમાડવાની લાગણી વિશે ઘણુ બધુ વાંચેલક અને સાંભળેલ હતુ. તે વાત તાદૃશ્ય જોવા માટે ઓવેલ છે. આજે આવુ સુંદર, સુઘડ ભોજનાલય જોતા સૌ સાથે જમવાની વ્યવસ્થા જોતા મારા મનની લાગણીને કાબુ રાખ્યા વિના  સાથે જમવાની લાગણી પ્રદર્શીત કરી જઇ રહયો છે.સેક્રેટરી શશીકાંતભાઇ વોરાએ જણાવેલ કે ૬૦ ટિફીન સાથેની ૨૨૦ વ્યકિતઓ લાભ લઇ રહયા છે. આવુ સુંદર ભોજનાલય માત્ર દાતાની લાગણીથી ચાલી રહયું છે.

(3:22 pm IST)