Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd October 2019

જલારામ જન્મોત્સવના કાર્યાલયનો પ્રારંભ : કાલે ધર્મધ્વજનુ પૂજન : ફલોટ નોંધણી શરૂ

રાજકોટ : શ્રી જલારામ જન્મોત્સવ સમિતિ રાજકોટ દ્વારા આયોજીત પૂ. શ્રી જલારામ બાપાની ૨૨૦મી જન્મજયંતિ અનુસંધાને તા.૩ નવેમ્બરના રાજકોટના રાજમાર્ગો પરથી શોભાયાત્રા પસાર થશે તે અનુસંધાને જલારામ જન્મોત્સવ સમિતિ રાજકોટ કાર્યાલયનો પ્રારંભ  શ્રી કેશરીયા લોહાણા મહાજનવાડી કરણપરા ખાતે જલારામબાપાના નાદ સાથે કરાયો હતો.

આ પ્રસંગે શ્રી જલારામ જન્મોત્સવ સમિતિના રમેશભાઈ ઠક્કર, પ્રતાપભાઈ કોટક, યોગેશભાઈ પૂજારા, પરેશભાઈ વિઠ્ઠલાણી, પ્રવિણભાઈ કાનાબાર, જશુમતીબેન વસાણી, ચંદુભાઈ રાયચુરા, ગીરધરભાઈ રામકુંડલીયા, રમણભાઈ કોટક, મયંકભાઈ પાઉં, અમિતભાઈ અઢીયા, પરેશભાઈ તન્ના,  કૌશિકભાઈ માનસાતા, અશોક હીન્ડોચા, દિલીપભાઈ ચંદારાણા, મનુભાઈ જોબનપુત્રા, કલ્પેશભાઈ તન્ના, સમીરભાઈ રાજાણી, મયુરભાઈ અનડકટ દ્વારા પ્રાસંગિક ઉદ્દબોધન કરાયુ હતું. શોભાયાત્રા ચૌધરી હાઈસ્કુલથી શરૂ થઈ. પંચનાથ મહાદેવ મંદિરે વિરામ પામશે. જયાં મહાઆરતી, મહાપ્રસાદ જલારામ ઝુંપડી દર્શન - જલારામ સંગીત સંધ્યા, (સતીષભાઈ કોટક પ્રસ્તુત) તથા રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવશે.

ગત વર્ષના ફલોટના વિજેતાઓમાં વોર્ડ નં.૧૦ થી રઘુવંશી યુવા ગ્રુપ હ.પરેશભાઈ તન્ના, શ્રી રઘુવીર યુવા સેના વોર્ડ નં.૮ અમિતભાઈ અઢીયા, શ્રી સદ્દગુરૂ પરિવાર ટ્રસ્ટ દાનાભાઈ ડાંગર તથા ઈશ્વરભાઈ ખખ્ખર, શ્રી બજરંગ મિત્ર મંડળ ટ્રસ્ટ, કે.ડી.કારીઆ, ધૈર્ય રાજદેવ, શ્રી રઘુવંશી યુવા ગ્રુપ - ડેટાલેન્ડ વિસ્તાર રાજુભાઈ ચોટાઈ, નરેન્દ્રભાઇ ખોલીયા, ભાવિનભાઈ કોટેચા (શ્રી સદ્દગુરૂ ડીજીટલ પોઈન્ટ), જશુમતીબેન વસાણી વગેરેનું શિલ્ડ દ્વારા સન્માન કરવામાં આવેલ.આયોજનમાં જલારામ જન્મોત્સવ સમિતિના રમેશભાઈ ઠક્કર, પ્રવિણભાઈ કાનાબાર, અશોક હિન્ડોચા, મયંકભાઇ પાઉ, કલ્પેશભાઈ તન્ના, રમણભાઈ કોટક, નવીનભાઈ છગ, વજુભાઈ વિઠ્ઠલાણી, મનુભાઈ જોબનપુત્રા, દોલતભાઈ, ભાવીનભાઈ કોટેચા, અમરીશભાઈ ગાદેશા, વિજયભાઈ તન્ના, દિલીપભાઈ તથા જગદીશભાઈ મીયાત્રા, મેહુલભાઈ નથવાણી, શીતલબેન બુદ્ધદેવ, અલ્કાબેન ખગ્રામ, જાગૃતિબેન ખીમાણી, કલ્પનાબેન પોપટ, અનીતાબેન પાઉ, મનીષાબેન કંુડલીયા, કિરણબેન કેશરીયા, મીનાબેન વસાણી, પુષ્પાબેન આહ્યા, કારીયા પરીવાર, બજરંગ ગ્રુપ, હિતેશભાઈ બગડાઈ, હિતેન્દ્ર વડેરા, પિયુષ કુંડલીયા, વિનોદ બુદ્ધદેવ, નરેન્દ્રભાઈ તન્ના, કેતનભાઈ કોટક, સુનિલભાઈ શીંગાળા, રાજુભાઈ સેજપાલ, સરલાબેન કોટેચા, રંજનબેન માણેક, માલતીબેન સેજપાલ, રાજુભાઈ પૂજારા, હેતલ કારીયા, વિમલભાઈ પારેખ, જયેશ મીરાણી, અશ્વિનભાઈ મીરાણી, મોહીત નથવાણી, અનિલભાઈ, અમિતભાઈ બુદ્ધદેવ વિ. જોડાયા છે. મહાપ્રસાદની વ્યવસ્થા દિલીપભાઈ ચંદારાણાએ કરેલ.

આવતીકાલે તા.૨૪ ગુરૂવારે કાર્યાલય ખાતે ૯:૩૦ કલાકે  રાખેલ હોવાનું યાદીમાં જણાવાયુ છે.

(3:21 pm IST)