Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd October 2019

રાજકોટ જીલ્લામાં વારસાઇ નોંધો તાકિદે ઓનલાઇન કરોઃCM ડેશ બોર્ડના પેરામીટર્સમાં સારી કામગીરી જરૂરી

કલેકટર રેમ્યા મોહનની પ્રથમ R.O. મીટીંગઃ બીનખેતી-પ્રિમીયમ અરજી અંગે તાકિદ...

રાજકોટ તા. ર૩: રાજકોટ જિલ્લા કલેકટરશ્રી રેમ્યા મોહને રેવન્યુને લગતી તમામ વારસાઇ નોંધો ઓનલાઇન થાય તે માટે લોકોમાં જન જાગૃતિ કેળવીને અમલવારી કરવા મહેસુલી અધિકારીઓને સુચના આપી હતી.

આજે જિલ્લા કલેકટરશ્રી રેમ્યા મોહનના અધ્યક્ષસ્થાને મળેલ મહેસુલી અધિકારીની બેઠકમાં મહેસુલ, પુરવઠા, સીટી સર્વે સહિતના વિવિધ મુદાઓની ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. તેમજ બિનખેતી અને પ્રિમીયમ ભરવાની બાકી અરજી તાત્કાલિક મોકલવા અને ત્રણ માસ ઉપરના મામલતદારો તથા સીટી સર્વે કક્ષાની બાકી એન્ટ્રીઓ, તકરારી કેસો વિગેરેની પણ સમીક્ષા કરાઇ હતી.

આ બેઠકમાં આઇઆરસીએમએસ સોફટવેરની સમજ આપવા એન.આઇ.ટી.ના અધિકારીઓશ્રી ધંધુકિયા અને શ્રી જોશીએ પ્રેઝન્ટેશન રજુ કર્યું હતું.

તેમજ સીએમ ડેશ બોર્ડના વિવિધ પેરામીટર્સની સમજુતી અને પ્રેઝન્ટેશન આસી. કલેકટરશ્રી ઓમપ્રકાશ તથા શ્રી દુષ્યંતસિંહ જાડેજા દ્વારા રજુ કરવામાં આવેલ હતું. આમાં સારામાં સારી કામગીરી થાય તે જોવા કલેકટરશ્રીએ તાકીદ કરી હતી.

આ બેઠકમાં અધિક નિવાસી કલેકટરશ્રી પરિમલ પંડયા, પ્રાંત અધિકારીશ્રીઓ, મામલતદારશ્રીઓ, સીટી સર્વે સુપ્રિન્ડેન્ડન્ટ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી તથા જિલ્લા પોલિસ અધિક્ષકના પ્રતિનિધિઓ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(3:20 pm IST)