Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd October 2019

કલ્યાણ સોસાયટીમાંથી હિરેન ઝરીયા વિદેશી દારૂની ૪૮ બોટલ સાથે પકડાયો

રાજકોટ તા.૨૩: ગોડાઉન રોડ પર કલ્યાણ સોસાયટી-૧ કનક પ્લાસ્ટીક સામે રહેતાં હિરેન ઉર્ફ હસમુખ ફુલસીંગભાઇ ઝરીયા (ઉ.૨૭)ને ક્રાઇમ બ્રાંચે રૂ. ૧૮૦૦૦ના ૪૮ બોટલ દારૂ સાથે પકડી લીધો હતો.

એસીપી જે. એચ. સરવૈયા અને પી.આઇ. એચ. એમ. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ ડી. પી. ઉનડકટ, એએસઆઇ બલભદ્રસિંહ જાડેજા, હેડકોન્સ. મયુરભાઇ પટેલ, કોન્સ. સંજય રૂપાપરા, એભલભાઇ બરાલીયા, મનજી ડાંગર, યુવરાજસિંહ ઝાલા, પ્રદિપસિંહ જાડેજા, નગીનભાઇ ડાંગર, હિરેનભાઇ સોલંકી, પરેશગીરી ગોસ્વામી સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમી પરથી આ શખ્સને પકડી લેવાયો હતો. તેની વિશેષ પુછતાછ થઇ રહી છે.

(3:16 pm IST)