Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd October 2019

શહેરના પીઝા પાર્લરોમાં આરોગ્ય વિભાગના દરોડાઃ ૧૪ નમુના લેવાયા

મેજીક શુધ્ધ આયોડાઇઝ સોલ્ટનો નમૂનો નાપાસઃ જી. ટી. સોલ્ટ સપ્લાયર્સને રૂ. ૩૦ હજારનો દંડ

રાજકોટ તા. ર૩ :..  દિવાળીના તહેવારોમાં જન આરોગ્ય હિતાર્થે મ્યુ. કોર્પોરેશનની ફુડ શાખા દ્વારા ખાદ્ય પદાર્થોનાં ધંધાર્થીને ત્યાં ઝૂંબેશ હાથ ધરવામાં આવી રહ્યુ છે. જો અન્વેય શહેરના વિવિધ વિસ્તારમાં પીઝા પાર્લરોમાં ચેકીંગ કરી ૧૪ નમૂના લેવામાં આવ્યા છે. જયારે મેજીક શુધ્ધ આયોડાઇઝ સોલ્ટનો નમૂનો નાપાસ થતા ટી. ટી. સોલ્ટ સપ્લાયર્સને રૂ. ૩૦ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.

આ અંગે મ્યુ. કોર્પોરેશનનાં આરોગ્ય શાખાની સત્તાવાર યાદીમાં જણાવ્યા પ્રમાણે શહેરનાં વિવિધ વિસ્તારમાં આવેલ પીઝાનાં ધંધાર્થીને ત્યાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકીંગમાં  મોઝરેલા ચીઝ (લુઝ), વિલીયમ ઝોન્સ પીઝા, યુનિવર્સિટી રોડ, સેઝવાન સોસ (લુઝ) વિલીયમ ઝોન્સ પીઝા, યુનિવર્સિટી રોડ, પીઝા સોસ (લુઝ)        યુ.એસ. પીઝા, કાલાવાડ રોડ, બ્લેન્ડેડ ચીઝ (લુઝ) યુ.એસ. પીઝા, કાલાવાડ રોડ, પીઝા સોસ ( સોસ), લાપીનોઝ પીઝા, રામકૃષ્ણનગર મે. રોડ, મોઝરેલા ચીઝ (લુઝ) લાપીનોઝ પીઝા, રામકૃષ્ણનગર મે. રોડ, ડો. ઓટેકર ફન ફુડ બ્રાન્ડ સોસ     સબ વે, રેસકોર્ષ પ્લાઝા, શ્રીડેડ મોઝરેલા ચીઝ સબ વે, રેસકોર્ષ પ્લાઝા, મોઝરેલા ચીઝ (લુઝ) નેપલ્સ પીઝા, કાલાવાડ રોડ, પીઝા સોસ ( સોસ), નેપલ્સ પીઝા, કાલાવાડ રોડ  પીઝા સોસ ( સોસ), ડોમીનોઝ પીઝા, કાલાવાડ રોડ,  મોઝરેલા ચેડાર મીક્ષ ચીઝ (લુઝ)   પીઝા ઝોન, રીલાયન્સ મોલની સામે,  મોઝરેલા ચીઝ (લુઝ)  ડોમીનોઝ પીઝા, કાલાવાડ રોડ, કોલ્બી ચીઝ, નેપલ્સ ફુડ, બીગબજારની બાજુમાં સહિતના સ્થળોએ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.

નમૂનો નાપાસ

મ્યુ. કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા ૧૮ જૂન ર૦૧૮ નાં રોજ રામનગરમાં આવેલ શ્રીનાથજી પ્રોવિઝન સ્ટોરમાંથી,  લેવામાં આવેલ મેજીક શુધ્ધ આયોડાઇઝટ સોલ્ટ નમૂનો મીસ બ્રાન્ડેડ જાહેર થતા એજયુડીકેટીંગ અરજી નં. ૩/૧૯ અન્વયે જી-ટી સોલ્ટ સપ્લાયર્સને રૂ. ૩૦ હજારનો દંડ થયેલ છે.

(3:11 pm IST)