Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd October 2019

એફએમસીજી ડીસ્ટ્રીબ્યુટર્સ દ્વારા ૬ કંપનીના માલ ઉપાડવાનું બંધ

મોલ અને મોટી કંપનીઓની ચેનલ સામેનું અસહકાર આંદોલન વેગમાં : રાજકોટ કંજયુમર પ્રોડકટ ડીસ્ટ્રી.ની પહેલને સૌરાષ્ટ્ર કચ્છમાંથી ટેકો : હજુ વધુ ૨૦ કંપનીઓના માલનો બહિષ્કાર કરવાની પૂર્ણ તૈયારી

રાજકોટ તા. ૨૩ : ફેડરેશન ઓફ ગુજરાત એફએમસીજી ડીસ્ટ્રીબ્યુટર્સ એસોસીએશનના નેજા હેઠળ રાજકોટ કંજયુમર પ્રોડકટ ડીસ્ટ્રીબ્યુટર્સ એસો. દ્વારા ગત તા.૧૮ થી રાજય વ્યાપી શરૂ કરાયેલ અસહકાર આંદોલન હવે બરાબર વેગમાં આવી રહ્યુ છે. ધડા ધડ છ કંપનીઓના માલની ખરીદી બંધ કરી દેવામાં આવી હોવાનું એસો.ની યાદીમાં જણાવાયુ છે.

હાલ તુર્ત (૧) રેકીટ (ર) ડાબર (૩) બ્રિટાનિયા (૪) મેરીકો (૫) ઇમામી (૬) ગોદરેજ ના માલની ખરીદી બંધ કરાઇ છે. ક્રમશઃ આગળ વધુ ટુંક સમયમાં વધુ ૨૦ કંપનીઓનો માલ ઉપાડવાનું પણ બંધ કરાશે.

એસો.ની યાદમાં જણાવાયુ છે કે અમારૂ આંદોલન કોઇ વ્યકિત, કંપની કે સરકાર સામેનું નથી. પરંતુ વેપારમાં અસમાનતા ઉભી કરવાની જે સિસ્ટમ અસ્તિત્વમાં આવી છે તેની સામેનું છે.

૧૫ કે ૨૫ મોટા ગ્રુપ ઓફ બીઝનેશ જે વધુ મોટા થતા જાય અને નાના વેપારી ખતમ થઇ જાય એ કોઇ સાચી પધ્ધતી ન જ ગણાય. એક મોલ ૩૦ થી ૪૦ લોકોને રોજગારી આપે છે એ વાત માનીએ તો પણ તેની વેપાર પધ્ધતી અને ભાવ અસમાનતાથી નાના એરીયામાં ૩૦ થી ૪૦ નાની મોટી દુકાનો બંધ થઇ જવાથી ૧૦૦ લોકોની રોજગારી છીનવાશે તેનો કેમ વિચાર નથી કરાતો?

ઓનલાઇન બીઝનેશનો વિરોધ ન હોય શકે. પરંતુ મોર્ડન ટ્રેડ બિઝનેશમાં અમુક કંપનીઓ દ્વારા મોલમાં ડીસ્ટ્રીબ્યુટર્સની ચેનલને દુર કરીને ડાયરેકટ બિઝનેશ શરૂ થઇ ગયો છે. હજુ ટુંકાગાળામાં મોલ અને કંપનીઓ બન્નેનો પ્લાન લગભગ બધી જ સપ્લાય ડાયરેકટ કરી દેવાનો છે. મતલબ મોટા વેપારીઓનો વેપાર મોટો થાય અને નાના વેપારીઓ ખતમ થઇ જાય તેવી નીતિરીતિ અખત્યાર થઇ રહી છે તે કેમ સાખી લેવાય?

કંપની દ્વારા મોલને રીટેલ ચેનલ કરતા વધારે માર્જીન અને સ્કીમ આપવામાં આવે છે તેનો ફાયદો લઇ ચેનલ રીટેલ કરતા ખુબ ઓછા ભાવે વસ્તુઓનું વેચાણ કરે છે અને નવા નવા મોલ ખુલી રહ્યા છે સામે નાના નાના સ્ટોર બંધ થવા લાગ્યા છે. આ સાચી વેપાર પધ્ધતી છેજ નહી.

આને પ્રોગ્રેસ ન કહેવાય. જે પોતાની લાઇન મોટી કરવા બીજાની લાઇન ટુકી કરી નાખે છે. ખરેખરતો ગંદી સીસ્ટમ છે. નવાનવા મોલ ખુલે અને નાના સ્ટોર બંધ થઇ જાય તે યોગ્ય રસ્તો નથી. ખરેખર તો એવી કોઇ પધ્ધતિ અપનાવવી જોઇએ કે જે ચાલુ છે તે નાના શોપ આગળ વધે અને નવા નવા બીઝનેશ ઓપન થાય. તો ખરો વ્યાપાર વિકાસ થયો ગણાય.

તા. ૧૮ થી આદરવામાં આવેલ આ અસહકાર આંંદોલનને સૌરાષ્ટ્ર કચ્છમાંથી સારો પ્રતિસાદ મળી રહ્યાનું ફેડરેશન ઓફ ગુજરાત એફએમસીજીના પ્રેસીડેન્ટ પ્રમોદ ભગત તથા જનરલ સેક્રેટરી શ્રીરામ બક્ષી તેમજ રાજકોટ કન્ઝયુમર પ્રોઙ ડીસ્ટી. એસો.ના પ્રેસીડેન્ટ જીતેન્દ્ર અદાણી (મો.૯૮૨૫૨ ૧૯૮૬૬) , વાઇસ પ્રેસીડેન્ટ નલિન શાહ (મો.૮૪૯૦૯ ૩૫૪૧૭) અને સેક્રેટરી જયેશ તન્ના (મો.૯૩૭૪૧ ૦૧૯૪૨) ની સંયુકત યાદીમાં જણાવાયુ છે.

(1:23 pm IST)