Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd October 2019

૧૫૦ ફૂટ રીંગ રોડ ઉપર ભજન સાથે ભોજન પિરસાશે

૩ નવેમ્બરે પૂ.જલારામબાપાની જન્મજયંતિએ શ્રી જલારામ સેવા સમિતિ રાજકોટ દ્વારા ધર્મભીના આયોજનો : શ્રીનાથજીના કિર્તન - પૂ.જલાબાપાના ભજનો - રકતદાન કેમ્પ સાથે દિવ્યાંગ બાળકો - વડીલોને ભોજન કરાવાશે

રાજકોટ, તા. ૨૩ : દિવાળી પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે આ શુભપર્વ બાદ તુરંત જ પૂ.જલારામબાપાની જન્મજયંતિ આવી રહી છે ત્યારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં આ પર્વ ધામધૂમથી ઉજવવામાં આવશે. ભજન - ભોજનના કાર્યક્રમો યોજાયા છે. દરમિયાન શહેરના ૧૫૦ ફૂટ રીંગ રોડ ઉપર દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો છે.

પૂ.જલારામ બાપાની ૨૨૦મી જન્મજયંતિ નિમિતે તા.૩ નવેમ્બરના શ્રી જલારામ સેવા સમિતિ દ્વારા જલારામ નગરી, રૂડા ગ્રાઉન્ડ, મોદી સ્કુલ સામે, સદ્દગુરૂ પાર્ક સામે, ૧૫૦ ફૂટ રીંગ રોડ ખાતે સાંજે ૬:૩૦ કલાકે મહાઆરતી, મહાપ્રસાદ રાખેલ છે. જૂનાગઢવાળા રાજુભાઈ ભટ્ટ, અવધભાઈ ભટ્ટ તથા નીરૂબેન દવે પ્રસ્તુત શ્રીનાથજીના કિર્તન તથા પૂજય જલારામ બાપાના ભજનો રજૂ કરશે.

આ પ્રસંગે પૂ.પાદ ગૌસ્વામી ૧૦૮ શ્રી હરીરાયજી મહોદયશ્રી (કડી - અમદાવાદ - સુરત)ના મંગલ સાનિધ્યમાં રકતદાન શિબિર, મહાપ્રસાદ ઉપરાંત અંધ - અપંગ, દિવ્યાંગ, ઝુપડપટ્ટી વગેરેના વૃદ્ધો તેમજ બાળકોને પ્રસાદ લેવડાવવામાં આવશે.

પૂજય જલારામ જયંતિ ઉજવણીમાં પૂજય જલારામ બાપાની શોભાયાત્રા શ્રી દિલીપકુમાર જે. સેતાના ઘરઆંગણે 'ગુરૂકૃપા' ૫- કિડવાઈનગર સોસાયટી, ૧૫૦ ફૂટ રીંગ રોડ, રૈયા રોડ, રાજકોટ સવારે ૯ કલાકે નીકળી શ્રી જલારામ નગરી, રૂડા ગ્રાઉન્ડ, નાગરીક બેન્ક પાસે, મોદી સ્કુલની સામે, ૧૫૦ ફૂટ રીંગ રોડ, રાજકોટ ખાતે પહોંચશે.

સમગ્ર ઉજવણી અંતર્ગત મળેલ મીટીંગમાં જલારામ ભકતો શ્રી ચંદુભાઈ રાયચુરા (મો.૯૮૯૮૨ ૪૧૧૯૦), રોહિતભાઈ જોબનપુત્રા (મો.૯૯૭૮૪ ૪૩૫૧૩), રજનીભાઈ રાયચુરા (મો.૯૯૯૮૯ ૧૬૨૫૬), ઉમેશભાઈ પૂજારા (મો.૯૮૨૫૨ ૪૮૫૩૪), મિતેશભાઈ રૂપારેલીયા (મો.૮૦૦૦૯ ૧૦૦૦૯), પુષ્પકભાઈ મજેઠીયા, હર્ષદભાઈ ઠકરાર, દિલીપભાઈ સેતા, રમેશભાઈ ઠક્કર, કિરણભાઈ ઠક્કર, પ્રભુદાસભાઈ તન્ના (દાસભાઈ), દિલીપભાઈ સોમૈયા, રામભાઈ કોટેચા, વજુભાઈ નથવાણી, તારકભાઈ સેતા, જયદેવભાઈ રૂપારેલીયા, પ્રતાપભાઈ ભોજાણી, મનીષભાઈ ચંદારાણા, સુજીતભાઈ ખાલપાડા, દિપકભાઈ રાયચુરા, કમલભાઈ ભાયાણી, વિરેન્દ્રભાઈ વસંત, કીરીટભાઈ કુંડલીયા, રાજુભાઇ નથવાણી, લતાબેન રાયચુરા, રેખાબેન ગઢીયા, દિવ્યાબેન જોબનપુત્રા, જયશ્રીબેન રાયચુરા વિ. કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

તસ્વીરમાં 'અકિલા' પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે રઘુવંશી આગેવાનો સર્વશ્રી ચંદુભાઈ રાયચુરા, દિપકભાઈ રાયચુરા, મિતેશભાઈ રૂપારેલીયા, દિનેશભાઈ ધામેચા, રામભાઈ કોટેચા, દિલીપભાઈ સેતા, કીરીટભાઇ કુંડલીયા, પુષ્પકભાઈ મજેઠીયા, કિરણભાઈ ઠક્કર, તારકભાઈ સેતા, જયભાઈ રૂપારેલીયા, રાજુભાઈ નથવાણી, નરેન્દ્રભાઈ ભાતેલીયા અને રઘુરાજ રૂપારેલીયા નજરે પડે છે. (તસ્વીર : વિક્રમ ડાભી)

(1:22 pm IST)