Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd October 2019

કાલથી દિવાળી વેકેશનની મોજ : શાળા- કોલેજોમાં ૨૧ દિવસની રજા જાહેર

રાજકોટ, તા. ૨૩ : દિવાળીના તહેવારની રોનક પુરબહારમાં ખીલી રહી છે. બજારોમાં ખરીદીનો ધમધમાટ ચાલુ છે. જયારે આવતીકાલથી શાળા - કોલેજોમાં ૨૧ દિવસનું દિવાળી વેકેશન પડશે.

છેલ્લા એક અઠવાડીયાથી શાળા - કોલેજોમાં ચાલતી પરીક્ષાના પરિણામ હવે દિવાળી વેકેશન પૂર્ણ થયા બાદ શાળાઓ દ્વારા જાહેર કરવામાં આવશે. દરરોજ વિદ્યાર્થીઓની ચહલપહલથી અને ગુંજારવથી ગુંજતા રાજમાર્ગો અને શૈક્ષણિક સંસ્થાઓ હવે સુમસામ ભાસશે.

ગુજરાત રાજયની પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા અને ઉચ્ચતર માધ્યમિક શાળાના લાખો વિદ્યાર્થીઓ આવતીકાલથી દિવાળી વેકેશનની મોજ માણશે.

(11:30 am IST)