Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd October 2019

વોર્ડ નં. ૪માં મોરબી રોડ વિસ્તારમાં મધુવન ગાર્ડનનું ઉદ્ઘાટન કરતા કોંગી આગેવાનો

રાજકોટ મહાનગરપાલીકા વોર્ડ નંબર-૪માં સામાકાંઠા વિસ્તાર મોરબી રોડ ઉપર મધુવન ગાર્ડનમાં બાળકોને રમવા માટેના સાધનો તથા છાંયડા માટેના કુદરતી સૌંદર્ય વાળા વૃક્ષો સાથે સુશોભીત મધુવન બગીચાનું કોંગ્રેસ પરિવારના નીચે જણાવેલ નામો વાળા કોંગ્રેસના પ્રતિષ્ઠિત આગેવાનો તથા કાર્યકરોની હાજરીમાં ઉદ્દઘાટન સમારોહ યોજવામાં આવેલ હતા તે વેળાની તસ્વીર આ ગાર્ડન સુવિધાથી આજુબાુજના વિસ્તારના બાળકો તથા વડીલો માટે એક ખુબજ આનંદદાયક સ્થળ બનેલ છે જેની આમ જનતા ખુબજ સરાહના કરે છે. આજે સવારે યોજાયેલ આ કાર્યક્રમમાં અશોકભાઇ ડાંગર (રાજકોટ શહેર પ્રમુખ), વશરામભાઇ સાગઠીયા (વિપક્ષી નેતા રાજકોટ મ્યુ.કોપો.) ગાયત્રીબા વાઘેલા (ગુજરાત રાજય કોંગ્રેસ મહિલા પ્રમુખ) મનીષાબા વાળા (રાજકોટ શહેર મહિલા પ્રમુખ કોંગ્રેસ), રેખાબેન ઠાકરશીભાઇ ગજેરા (વોર્ડ નં. ૪ કોર્પોરેટર) સમ્મીબેન અનીલભાઇ જાદવ (વોર્ડ નં. ૪ કોર્પોરેટર) અશોકસિંહ વાઘેલા આગેવાન (વોર્ડ નં.૪ કોર્પોરેટર અનીલભાઇ જાદવ, કલ્પેશભાઇ (વોર્ડ નં.૪ પ્રમુખ) રીટાબેન વડેચા (વોર્ડ નં.૪ મહિલા પ્રમુખ) હરેશભાઇ પરમાર (વોર્ડ ૪ ઉપપ્રમુખ) પરસોતમભાઇ લીંબાસીયા (આગેવાન), રામભાઇ આહિર વગેરે ઉપસ્થિત હતા

(4:01 pm IST)