Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd October 2018

ચેક ડેમ,ગીરગાય, કાંકરેજ ગાય અભિયાનના પ્રણેતા

કર્મયોગી ક્રાંતીવીર મનસુખભાઇ સુવાગીયા

 

સૃષ્‍ટિની ઉત્તપતિથી જ આ જગત અનેક સંકટોના કંટકોથી સ્‍વિંધાયા કર્યુ છે. આવા સંધટોથી જયારેસજીવ સૃષ્‍ટિ ઘેરાય છે ત્‍યારે એનો સચોટ ઉપાય શોધનાર નર રત્‍નોને જગતે દાર્શનિક કહ્યા છે. આવો દાર્શનિક અને મહાકર્મયોગી માનછ વિશાળ જનસમુહને જગતના કલ્‍યાણકારી કાર્યોમાં જોડીને મહાન ધ્‍યેયનેસિધ્‍ધ કરે છે. ત્‍યારે દેશ કે જગત નવી ક્રાંતિ મળે છે.

આ યુગમાં આવી વિરલ વ્‍યકિત એટલે મનસુખભાઇ સુવાગીયા, તેઓ યુવાનવયે એકલપંડે હજારો ગામોના જળસંકટને મિટાવી દેવા કમરકસે છે. જ્ઞાતિ, જાતિ, રાજકરણના ભેદભાવ મિટાવવા પોતે જ્ઞાતિ-જાતી સંપ્રદાયથી ઉપર ઉઠીને જીવસૃષ્‍ટિ, ભારતીય સંસ્‍કૃતિ અને રાષ્‍ટ્રને પોતાનુંજીવન સમર્પિત કરે છે. ગામે ગામ લોકફંડનો પોતાનાથી જ પ્રારંભ કરે છે. રાત-દિવસ નિરંતર લોકો સાથે શ્રમદાન કરે છે.

સરકારી સહાય વગર લોકસંગઠન-લોકફંડ અને શ્રમદાનથી સેંકડો ગામોમાં હજારો ચેકડેમ બંધાવનાર મનસુખભાઇ સુવાગીયા રાષ્‍ટ્ર-વિશ્વ અને વિશ્વ ઇતિહાસના પ્રથમ વ્‍યકિત છે. તેઓની ચેકડેમ-તળાવ યોજના, જળસંકઠ નિવારણની સોૈથી સફળ, સસ્‍તી અને પરિણામલક્ષી યોજના પુરવાર થઇ છે. ખેડૂતના દિકરાએ આરંભેલ ‘‘ ચેકડેમ‘' રાષ્‍ટ્રીય ગોૈરવ બની જાય છે.

સોૈરાષ્‍ટ્રની ગીર ગાયના નામથી પણ શાસકો, ગોૈસેવકો, ધર્મરક્ષકો અજાણ હતા અને ગીર ગાય લપ્‍તાને આરે ગળ ત્‍યારે મનસુખભાઇે સુવાગીયા જામકા ગામથી ‘‘ગીર ગાય આણાં આંગણે'' યોજનાનો પ્રારંભ કરે છે. ગોૈવંશનો ઉંડો અભ્‍યાસ કરીીને ગીર ગાય ગ્રંથ અને ગોવિદ જેવા મહાન ગ્રંથો રચે છે. જેમાં યોૈવંશનું દિવ્‍યરૂપ, ઉપયોગીતા, ગોૈવંશ વિનાશના કારણો અને જાતવાન દૂધાળ ગોૈવંશ નિમાણનો નવો રાહ બતાવે છે. મનસુખભાઇ ૧૦ લાખ જાતવાન-દુધાળ ગીર ગાય નિર્માણનો અને ૧૧ લાખ કાંકરેજ ગાય નિર્માણનો મહાસંકલ્‍પ કરે છે. પોતાનાસંકલ્‍પમાં હજારો ગામોના લોકોને જોડે છે. લોકો સોનાના ભાવે ગોૈરવથી ગાયના દૂધ-ઘી ખાતા થાય છે. આવે લોક હ્રદયે રાષ્‍ટ્રમાતા પ્રસ્‍થાપિત થઇ તેનો શ્રેય પ્રણેતા મનસુખભાઇ સુવાગીયાને છે.

તેમનો કચ્‍છ ઉતરગુજરાતની કાંકરેજ ગાયનું પ્રથમ પુસ્‍તક લખી જે ઐતિહાસીક યાત્રા કાઢીને કાંકરેજ ગાયને ગીરથી સવાઇ મૂલ્‍યવાન સિધ્‍ધ કરે છે, લુપ્‍તતાને આરે ગયેલી કાંકરેજ ગાયને સુરક્ષિત કરે છે.

ચેકડેમ યોજના, ગોૈવંશ સુધાર અને કૃષિક્ષેત્રે પોતાની આગવી આંતરસુઝ અને જાત ,પરિશ્રમથી અકલ્‍પનિય પરિણામો સર્જીને હજારો એન્‍જીનીયરો-વૈજ્ઞાનિકો ના કરી શકયાએવું સંશોધનાત્‍મક કાર્યો મજસુખભાઇ સુવાગીયાએ એકલે હાથે પાર પાડયું છે. તેઓની આ નવી યોજનાઓની સફળતાથી પ્રભાવીત થઇને કરોડો લોકો અને રાજય સરકાર, ભારસરકાર, ધર્મક્ષેત્ર, સેવાક્ષેત્ર સોૈ આ કાર્યમાં જોડાયા છે

                            મનસુખભાઇ સાવલિયા

                          મો.૯૮૭૯૩ ૧૨૪૫૪

(4:42 pm IST)