Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd October 2018

ખાનગી વાહનના મુસાફરોને થયેલ અકસ્માતના બનાવમાં વિમા કંપની પાસેથી વળતર મળી શકે

'' એકટ ઓનલી'' પોલીસી અંગે હાઇકોર્ટનો મહત્વનો ચુકાદોઃ રાજયની તમામ ટ્રીબ્યુનલોને ચુકાદો બંધનકર્તા રહેશે

રાજકોટ તા ૨૩ : વાહનની '' એકટ ઓનલી'' વિમા પોલીસી હોય તો પણ તેમાં બેઠેલ અરજદારોને (ઓકયુપન્ટસ) ને વળતરની રકમ તેની વિમા કંપની ચુકવવા જવાબદાર છે. તે અંગે મહત્વનો ચુકાદો ગુજરાત હાઇકોર્ટ ના જસ્ટીસ શ્રી એસ.જી. શાહે આપેલ હતો.

રાજકોટના કલેઇમ ટ્રીબ્યુનલ કલેઇમ કેસ ના અરજદાર હેમેન્દ્રસિંહ માનસિંહ જાદવ ની વળતરની અરજીમાં યુનાઇટેડ ઇન્ડીયા ઇન્સ્યુરન્સ કંપની સામે વળતરની અરજી નામંજુર કરેલ હતી. જેમાં આ ચુકાદાથી નારાજ થઇને અરજદારશ્રીએ ગુજરાત હાઇકોર્ટ સમક્ષ અપીલ કરેલ જેના ફાઇનલ હીયરીંગ થતા ગુજરાત હાઇકોર્ટે સદરહુ અપીલ મંજુર કરી ''ઓકયુપન્ટસ ઓફ વ્હીકલ એેકટની સેકશન ૧૪૭ માં વિસ્તૃત છણાવટ કરી '' ઓકયુપન્ટ ઓફ વ્હીકલ'' નું રીસ્ક કવર થાય છે. જેમાં ''થર્ડ પાર્ટી'' નો સમાવેશ થઇ જાય છે.

ગુજરાત હાઇકોર્ટ ખાતે એપેલન્ટ (અરજદાર) ના ધારાશાસ્ત્રી શ્રી હેમલ એન. શાહ ની સચોટ રજુઆત અને વિવિધ કાયદાકીય સાઇટેશનો તેમજ થર્ડ પાર્ટી અંગે વિવિધ ડીકસ્નેરીમાં જે અર્થ બતાવેલ છે, તે રજુ કરીને આ બાબતે અરજદારની અપીલ મંજુર કરાવેલ છે. જેમા યુનાઇટેડ ઇન્ડીયા ઇન્સ્યોરન્સ કંપનીની વિમા પોલીસી '' એકટ ઓનલ'' હોવા છતા તે વિમા કંપનીએ અરજદારને વળતર ચુકવવા માટે ગુજરાત હાઇકોર્ટે જવાબદાર ઠરાવેલ છે. તેમજ ટ્રીબ્યુનલેજે કેસ કંપોઝીટ ગેગ્લીજન્સનો હોય તેમાં બેદરકારીના ભાગ પડી શકે નહીં. તે બાબતેભાગ પાડેલ હતા તે મોડીફાઇ કરીને તેને બધાજ વાહનોની જવાબદારી  (જોઇન્ટલી અને સેવરલી) એટલે કે વ્યકિતગત અને સંયુકત રીતે જવાબદાર ઠરાવેલ છે. તેમજએકટ ઓનલી પોલીસી હોવા  છતા વિમા કંપની ધી યુનાઇટેડ ઇન્ડીયા ઇન્સ્યોરન્સ કંપનીની જવાબદારી જે ફર્સ્ટ અપીલ માં ચુકાદો આપેલ છે.

ઉપરોકત ચુકાદાને આધારે ગરીબ અરજદારોને જે વળતરની રકમ વિમા કંપની પાસેથી મળતી ન હતી તે મેળવવા હકકદાર થશે.તેમજ કોન્સ્ટીટયુશન ઓફ ઇન્ડીયાના આર્ટીકલ નં. ૧૪૧ મુજબ આ ચુકાદો રાજયની બધી ટ્રીબ્યુનલને બંધનકર્તા રહેશે. આ કામમાં ગુજરાત હાઇકોર્ટ ખાતે એપેલન્ટનાએડવોકેટ શ્રી હેમલ એન. શાહ રોકાયેલા હતા.

(4:20 pm IST)