Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd October 2018

જયુબેલી ચંદ્રેશનગર વિસ્તારમાંથી ૧૧ રેકડી-કેબીનના દબાણ હટાવાયા

૧૧૩૮ કિલો શાકભાજી-ફળ જપ્તઃ ૧.૧૬ લાખનો દંડઃ દબાણ હટાવ શાખા દ્વારા કાર્યવાહી

રાજકોટ, તા.૨૩: મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા છેલ્લા ૩ દિમાં  શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણ રૂપ એવા ૧૧ રેંકડી-કેબીન-૧૧૩૮ કિલો, શાકભાજી-ફળો, વગેરે જપ્ત કરી ૧.૧૬ લાખનો વહીવટી ચાર્જે વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે. મંડપ-બેનર-છાજલી કમાનનું ભાડું તથા જુદા જુદા હોકર્સ ઝોનમાંથી પણ જપ્ત કરવાની કામગીરી કરાવામાં આવી હતી.

આ અંગે કોર્પોરેશનની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ દબાણ હટાવ શાખા દ્વારા શહેરના રસ્તા પર નડતર ૧૧ રેંકડી-કેબીનો ચંદ્રેશનગર હો. ઝોન, ધરાર માર્કેટ, જયુબેલી તથા ઢેબર રોડ વિગેરે જગ્યાએથી જપ્ત કરવામાં આવી હતી, ૧૧૩ કી.ગ્રા. શાકભાજી-ફળો કે જે ઉપયોગમાં લઇ શકાય તેમ ન હતા તેને  જયુબેલી શાકમાર્કેટ અને ધરાર માર્કેટ પરથી જપ્ત કરવામાં આવ્યા હતા, તેમજ રૂ/- ૧,૧૬,૪૫૦/- વહીવટી ચાર્જ નાનામવા મેઈન રોડ, વેસ્ટ ઝોન, રૈયા રોડ, મવડી રોડ, લક્ષ્મીનગર, ૧૫૦ ફૂટ રીંગ રોડ, ચંદ્રેશનગર, બાપાસીતારામ ચોક, ધરાર માર્કેટ, જંકશન રોડ, ગોંડલ રોડ, સહકાર રોડ, યાજ્ઞિક રોડ, સરદારનગર મેઈન રોડ, જામનગર રોડ, પારડી રોડ, હનુમાનમઢી ચોક, પેડક રોડ તથા સંત કબીર રોડ વિગેરે જગ્યા પરથી વસુલ કરવામાં આવ્યો હતો.  શહેરમાં વાપરતા મંડપ-બેનરો-છાજલી કમાનનું ભાડું ૩૪,૦૦૦/- મેળવેલ છે. જે રૈયા રોડ, વેસ્ટ ઝોન એરિયા અને ૮૦ ફૂટ રોડ પરથી જપ્ત કરવામાં આવેલ હતા. શહેરના અલગ અલગ ૯ હોકર્સ ઝોન પી. ડી. માલવિયા કોલેજ, મોરબી જકાત નાકા, દેવપરા શાક માર્કેટ, ભાવનગર રોડ, જી.આઈ.ડી.સી., ગ્રીનલેન્ડ ચોકડી, ધરાર શાકમાર્કેટ, ગોવિંદબાગ શાકમાર્કેટ તથા પેડક રોડ માંથી જપ્ત કરવાની કામગીરી કરવામાં આવી હતી.

(4:16 pm IST)