Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd October 2018

ગુર્જર સુથાર સમાજે માણ્યો નવરાત્રી રાસોત્સવ

રાજકોટઃ વિશ્વકર્મા નવરાત્રી ઉત્સવ સમિતિ દ્વારા નવરાત્રીમાં અર્વાચીન દાંડીયા રાસનું આયોજન કરવામાં આવેલ. ગુર્જર સુથાર સમાજનાં ૧ર વર્ષથી નાના ભાઇ-બહેનો તેમજ મોટી દિકરીઓ-બહેનોએ માટે દાંડીયારાસ પારિવારીક માહોલમાં રાસોત્સવ માણ્યો હતો. દરરોજ મોટા બહેનોમાં પ્રથમ પ્રિન્સેસ, દ્વિતિય પ્રિન્સેસ, વેલડ્રેસ પ્રિન્સેસ તથા નાના બાળકોમાં પ્રિન્સ-પ્રિન્સેસ અને વેલડ્રેસનાં ઇનામો આપવામાં આવેલ હતા. દરેક દિવસનાં અલગ-અલગ સ્પોન્સર હતા જેમાં સ્વ. જેન્તીભાઇ દામજીભાઇ વડગામાં પરિવાર, અશ્વિનભાઇ એન. વડગામા (વકીલ), શાંતિભાઇ કુરજીભાઇ આમરણીયા, સ્વ. પ્રવિણભાઇ પોપટભાઇ ભકોડીયા પરિવાર, હિંમતભાઇ અમરશી બાસોપીયા, મનોજકુમાર વેલ જાદવાણી, દિનેશભઇ મોહનભાઇ વડગામા, પ્રકાશભાઇ રામજી કરગથરા અને રમેશભાઇ નાગજી કરગથરા સ્પોન્સર હતા. નવ દિવસનાં કુલ પ૪ વિજેતાઓ વચ્ચે ૯ માં નોરતે મેગાફાઇનલ રાસ રમાડવામાં આવેલ. દરેક વિજેતાઓને એક ગ્રામ સોનાની ગીની આપવામાં આવેલ તેમજ મોમેન્ટો આપવામાં આવેલ. વિજેતામાં પ્રથમ પ્રિન્સેસ-જાહનવી ત્રેટીયા દ્વિતિય-પ્રિન્સેસ-શિવાની વડગામા, તૃતિય-પ્રિન્સેસ-બિના વડગામા, વેલડ્રેસ પ્રિન્સેસ-ધૃતિ ગંગાજળીયા, બેબી-પ્રિન્સેસ-દિયા સુરેલીયા, બેબી-વેલડ્રેસ-ધ્રુવા સિનરોજા, બાબો-પ્રિન્સ-કેયુર વડગામા, બાબો-વેલડ્રેસ-કરન પિસાડીયા જાહેર થયેલ. મેગા ફાઇનલનાં સ્પોન્સર તરીકે હસુભાઇ જીવરાજભાઇ અંબાસણા (મહિકાવાળા-ફર્નિચર કોન્ટ્રાકટર) તથા મહેન્દ્રભાઇ બચુભાઇ વડગામા (હરીપરવળાા-બિલ્ડીંગ કોન્ટ્રાકટર) હતા તેમજ દરરોજ અને મેગા ફાઇનલમાં દરેક વિજેતાઓને મોમેન્ટો આપવામાં આવેલ જે. પી. એન. પ્રોડકટસવાળા નિતીનભાઇ દુદકીયા તરફથી સ્પોન્સર થયેલ હતા. મેગા ફાઇનલમાં જજ તરીકે પૂજાબેન એસ. પંડયાએ સેવા આપેલ હતી. પ્રથમ પ્રિન્સેસને ક્રાઉન અને વિનર બેલ્ટ જીજ્ઞાસાબેન ગજજર અને જયેશભાઇ ગજજરે પહેરાવેલ. એન્કર તરીકે નટુભાઇ ભારદીયાએ સેવા આપેલ હતી. નવરાત્રી ઉત્સવને સફળ બનાવવા પ્રમુખ ચંદ્રેશભાઇ ખંભાયતા, ઉપપ્રમુખ મહેશભાઇ વડગામાની આગેવાની હેઠળ ચમનભાઇ ગોવિંદીયા, કમલેશભાઇ ભારદીયા, નટુભાઇ ભારદીયા, જયેશભાઇ ગજજર, નિલેષભાઇ આમરણીયા, જનકભાઇ વડગામા, અરવિંદભાઇ ત્રેટીયા, અજય દુદકીયા, પ્રકાશભાઇ દુદકીયા, કમલેશ અંબાસણા, પ્રમોદ બદ્રકિયા, વસંતભાઇ ભેસાણીયા, નરેન્દ્રભાઇ ધ્રાંગધરીયા, શૈલેષભાઇ ખંભાયતા, જયસુખભાઇ ધોરેચા, પ્રવિણભાઇ ધ્રાંગધરીયા, અશ્વિનભાઇ આમરણીયા, નિલેષ અંબાસણા, કવિલ ગોવિંદીયા, અનિલભાઇ સાંકડેચા, દિવ્યેશ ધ્રાંગધરીયા, કલ્પેશ વાડેસા, ચેતનભાઇ સાંકડેચા, જયંતભાઇ પંચાસરા, સંજય ધ્રાંગધરીયા, વિવેક વાલંભીયા, વિનીત છનીયારા વગેરેએ સેવા આપેલ હતી.

(3:27 pm IST)