Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd October 2018

કાલે દશનામ ગોસ્વામી સમાજ દ્વારા શરદોત્સવ

મ્યુઝીકલ ઓરકેસ્ટ્રાના સંગાથે ખેલૈયાઓ રાસે રમશેઃ મહંત પૂ.જગદીશગીરીજીના હસ્તે દિપપ્રાગટય

રાજકોટ,તા.૨૩: શ્રી દશનામ ગોસ્વામી ક્રિએટીવ ગ્રુપ- રાજકોટ દ્વારા સતત ૧૮ વર્ષોથી યોજાતા ભવ્ય અને પારંપરીક રાસ ગરબા ''શરદોત્સવ'' આ વર્ષે પણ આવતીકાલે ૨૪મીના બુધવારે સાંજે ૬ વાગ્યાથી બાલભવનનાં વિશાળ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય સમિયાણામાં અત્યાધુનિક સાઉન્ડ સિસ્ટમ્સ મ્યુઝીકલનાં સંગાથે હજારો ખેલૈયાઓ મનમુકીને ઈનામો મેળવવા માટે ઝુમશે.

૨૦૦૧થી શરૂ કરેલ આ પરંપરા ક્રિએટીવ ગ્રુપ દ્વારા ૧૮માં વર્ષ પણએ પોતાની ગરીમા જાળવી રાખી છે. સમારોહનાં અધ્યક્ષ પદે ચોટીલા ચામંુડા માતાજીનાં મહંતશ્રી જગદીશગીરીજી ખાસ ઉપસ્થિત રહેશે. સમારોહનાં પ્રમુખપદે ઉદ્યોગપતિશ્રી રાજેશગિરી પ્રેમગિરી તેમજ સમારોહનું ઉદ્ઘાટન રાજેશપુરી, વાય.કે.ગોસ્વામી, રમેશગીરી, કેળવણીકાર નિમિષાબેન અપારનાથ, હિતેશગીરીજી, ડો.હાર્દીકગીરી, ડો.વિવેકપુરી દ્વારા થશે.

સમારોહમાં અતિથિ વિશેષ પદે ધનસુખભાઈ ભંડેરી (ચેરમેન ગુજરાત મ્યુ.ફાયનાન્સ બોર્ડ), મેયર- બીનાબેન આચાર્ય, ડે.મેયર અશ્વીનભાઈ મોલીયા, સ્ટે.કમીટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ તથા ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, ટાઉનપ્લાનિંગ સમીતી ચેરમેન અનિતાબેન ગોસ્વામી, યુવા મોરચાનાં પ્રભારી ગૌતમ ગોસ્વામી, ગુજરાત બિલ્ડર્સ એશોસીએશનનાં પ્રમુખ પરેશભાઈ ગજેરા તથા પૂર્વ ધારાસભ્યો પણ ઉપસ્થિત રહેશે.

આયોજનને સફળ બનાવવા ફાઉન્ડર પ્રેસિડેન્ટ નિલેશપુરી અને.ગોસ્વામી, પ્રેસીડેન્ટ ગિરીશપુરી  તથા મહેશપુરી, અમુલગિરી, રાજનગીરી, દેવાંગગીરી, કલ્પેશગીરી, સાગરગીરી તથા લેડીઝ કલબના કલ્પનાબેન, શિલપાબેન, સરોજબેન, ગીતાબેન, તેજલબેન, પલ્લવીબેન, શ્રધ્ધાબેન, દિપ્તીબેન, પ્રજ્ઞાબેન, સપનાબેન, પુજાબેન તથા ઉર્વશીબેન સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:27 pm IST)
  • છત્તીસગઢમાં મુખ્યમંત્રી ડો.રમણસિંહ સામે કોંગ્રેસે અટલજીના સગા ભત્રીજી કરૂણા શુકલને મેદાનમાં ઉતાર્યા access_time 3:35 pm IST

  • અમેરીકાના ઈન્ડિયાના ખાતે ચિડીયાઘરમાં સિંહણએ પોતાના ત્રણ બચ્ચાના પિતા સિંહને મારી નાખ્યોઃ ૮ વર્ષથી એક સાથે રહેતા'તા access_time 3:34 pm IST

  • દાહોદના ઝાલોદની RTO ચેકપોસ્ટ પર એસીબીનો દરોડો :કોમ્પ્યુટર ઓપરેટરની મિલિ ભગતથી વાહનચાલકો પાસેથી નાણાં ઉઘરાવવાનું કૌભાંડ બહાર આવ્યું :ડિકોય ટ્રેપ કરી આસિસ્ટન્ટ મોટર વહીકલ ઇન્સ્પેકટર અને કોમ્પ્યુટર ઓપરેટરને ઝડપી પાડ્યા:વાહન દીઠ રૂપિયા 500 ઉઘરાવતા હતા. access_time 6:45 pm IST