Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd October 2018

પૂ.ઇન્દુબાઇ મ.સ.ની ૮૭મી જન્મજયંતિઃ નાલંદા ઉપાશ્રય ધર્મમયઃ ૧પ૧ પૌષધ

રાજકોટ તા. ર૩ : ગોં.સંપ્ર.ના સૌરાષ્ટ્રના સિંહણ બા.બ્ર.પુ.શ્રી ઇન્દુબાઇ મ.ની ૮૭ મી જન્મજયંતિ પ્રસંગે આજે સવારે ૬ વાગ્યાથી ઇન્દુબાઇ મહાસતીજી તીર્થધામથી ઇન્દુબાઇ મહાસતીજી ચોક સુધી લાઇનો લાગી છે. પૌષધવ્રતના તપસ્વીનૂં ભવ્યાતિભવ્ય સ્વાગત કેસર તિલક મહાસતીજીના અંતરિક્ષમાંથી આશિર્વાદ સાથે સાક્ષીરૂપે કેસરનો વરસાદ ભવ્ય-દિવ્ય અહેસાસ દરેક સાધકને થયો.

સવારે ૯-૩૦ થી ૧૧-૩૦ સુધી વૈરાગ્યપ્રેરક અનેક કાર્યક્રમો બપોરે ૩ થી પ વિવિધ પ્રોગ્રામ, ૧ર વાગ્યે અમૃત આયંબિલ રાત્રે ૮-૩૦ કલાકે ''ઇન્દુબાઇ સ્વામી શરણં મમ'' દિવ્યજાપ, ભગવાનતુલ્ય માનવતાના મહાસાગર સમાન પૂ. મોટા મહાસતીજીની જન્મજયંતિ પ્રસંગે આજે ભૂખથી પીડાતા હજારો જીવોને ભોજન અપાયું મુંગા પશુઓને તથા પાંજરાપોળમાં - ગૌશાળાઓમાં પણ સહાય અપાઇ. અનેક દર્દીઓને મેડિકલ સહાય આપવામાં આવી. ગરીબ વિદ્યાર્થીઓને શિક્ષણ સહાય, ગરીબ પરિવારને આર્થિક સહાય આજે આપવામાં આવી છ.ે અનેક જરૂરિયાતમંદો, અનાથાશ્રમો, વૃદ્ધાશ્રમો, બાલાશ્રમો, મંદબુદ્ધિના બાળકોને જરૂરી સહાય તેમજ આર્થિક સહાય આપવામાં આવેલ છે

આજના દિવસે પરભગુરૂણીભકતો તરફથી અનેક માનવસેવાના કાર્યક્રમો તેમજ જીવદયાના કાર્યક્રમો તથા ધર્મના કાર્યો કરવામાં આવ્યા છે. પૌષધવ્રતી તીર્થધામ ધમધમી રહ્યું છે. ભગવાન મહાવીરના નિર્વાણ કલ્યાણકમાં અઢાર દેશના રાજાઓએ છઠ્ઠ પૌષધ કર્યા હતા તેમ આજે  પૂ.મહાસતીજીની જન્મ જયંતિ પ્રસંગે ર૪ સંઘના ભાઇઓ-બહેનો પૌષધવ્રતમાં જોડાઇ ગયા છે. શુદ્ધ પૌષધવ્રત કરી રહ્યા છ.ે તેમના ભવ્યાતિભવ્ય પારણા આવતી કાલે સવારે ૮ વાગ્યે દાનરત્ના શારદાબેન મોદી તરફથી છે. બહુમાન પૂ. મહાસતીજીના પરમગુરૂણી ભકતો તરફથી થશે.

આજે જૈન-જૈનેતર પૂ. મહાસતીજીને ભગવાનતૃલ્ય માને છે તેવા સેંકડો સાધકો નાલંદ તીર્થધામમાં હાજરી આપી હતી.

આ પ્રસંગે દાતાઓ આગેવાનો-શ્રેષ્ઠીવર્યા શ્રાવકો-શ્રાવિકાઓ-મહિલામંડળો-ગુરૂણીભકતો હાજર રહી અને એકધ્યાને એકચિત્તે ગુરૂણીદેવના જાપ કરેલ છે. આજના દિવસે મહાસતીજીના ચરણકમળમાં સમગ્ર જૈન સમાજની ભાવવંદના કાલે સવારે પારણા-બહુમાન કાર્યક્રમ ભવ્યાતિભવ્ય થશે.

સાધના કુટિરમાં દર દસ મિનિટે જાપ કરવાં માણસોએ કતાર લગાવી છે નાલંદા તીર્થધામ પૌષધમય બની ગયેલ છે ઇન્દુબાઇ મહાસતીજી ચોક સુધી લાંબી કતારો લાગી છે તા.ર૪ બુધવાર શરદપુનમના રાત્રે ૮ કલાકે દિવ્યજાપનો સર્વ ભાઇઓ-બહેનોને લાભ લેવા વિનંતી કરાઇ છે વ્યાખ્યાનમાં દરેકને રૂ. પ૦ની પ્રભાવના આપેલ છે.

(3:23 pm IST)