Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd October 2018

ચેક રિટર્ન કેસમાં મધુરમ ટ્રેડર્સના માલીકને બે વર્ષની સજા અને ૮.૬૧ લાખનું વળતર ચુકવવા હુકમ

આરોપી ૬૦ દિવસમાં વળતર ન ચુકવે તો વધુ છ માસની જેલ સજા

રાજકોટ તા. ર૩: રૂ. ૮,૬૧,ર૬પ/-ના ચેક રીર્ટનના કેસના ગુન્હામાં મધુરમ ટ્રેડર્સના માલીકને ર વર્ષની જેલ સજા તેમજ રૂ. ૮,૬૧,ર૬પ/- વળતર પેટે ચુકવવા કોર્ટે હુકમ કર્યો હતો. આરોપી જો રૂ. ૮,૬૧,ર૬પ/- વળતર ૬૦ દિવસમાં ન ચુકવે તો વધુ ૬ માસની જેલી સજાનો પણ કોર્ટે હુકમ કર્યો હતો.

ફરીયાદની ટુંક વિગત એવી છે કે આ કામના ફરીયાદી ગોરધનભાઇ લક્ષ્મણભાઇ સાવલીયા રહે. રાજકોટવાળા પડધરી મુકામે શ્રીનાથજી ઇન્ડસ્ટ્રીઝ નામની પેઢી પાર્ટનર દરજજે ચલાવે છે અને કપાસીયા ખોળ વગેરેનું ઉત્પાદન કરી વેચાણ કરવાનો ધંધો કરે છે તેમજ આ કામના આરોપી રવીભાઇ મનસુખભાઇ વસોયા મધુરમ ટ્રેડર્સના નામે પ્રોપરાઇટર દરજજે કાલાવડ માર્કેટીંગ યાર્ડમાં પેઢી ચલાવે છે અને કપાસીયા ખોળ વગેરે બહારથી ખરીદી કરીને વેચાણ કરે છે આમ ફરીયાદી તથા આરોપી વચ્ચે ધંધાકીય સંબંધો રહેલા છે. આરોપી દ્વારા ફરીયાદી પાસેથી તેમની જરૂરીયાત મુજબનો કટકે કટકે માલ ઉધારમાં કિંમત રૂ. ૩૦,ર૧,ર૬પ/-નો ખરીદ કરેલ હતો.

ત્યારબાદ બાકી રહેતી રકમ જે ફરીયાદી પેઢીની બીલ મુજબની બાકી લેણી રકમ પેટે આરોપીએ ફરીયાદીને એકસીસ બેન્ક લી.નો રૂ. ૮,૬૧,ર૬પ/-નો ચેક નં. ૦૦૬૦પ૭ તા.ો પ/પ/૧૭ના આરોપીએ સહી કરીને આપેલ. ફરીયાદીએ ચેક પોતાની રાજકોટ પીપલ્સ કો. ઓ. બેંક લી., રાજકોટમાં રજુ કરતા એકાઉન્ટ કલોઝના શેરા સાથે પરત ફરેલ હતો.

આથી ફરીયાદીએ તેમના એડવોકેટ કેતન સાવલીયા મારફત રાજકોટના એડી. ચીફ જયુ. મેજી. કોર્ટ સમક્ષ ઉપરોકત ચેક રીર્ટન થયાની ફરીયાદ દાખલ કરેલ અને કોર્ટે આરોપી વિરૂધ્ધ સમન્સ ઇશ્યુ કરવાનો હુકમ કરેલ.

ફરીયાદીના એડવોકેટ કેતન સાવલીયાની દલીલો માન્ય રાખી આરોપી મધુરમ ટ્રેડર્સના પ્રોપરાઇટર રવીભાઇ મનસુખભાઇ વસોયાને તેમણે કરેલી ગુન્હા બદલ અદાલતે નેગો. ઇન્સ્ટ્રુ્રુમેન્ટ એકટની કલમ-૧૩૮ના ગુના સબબ તકસીરવાન ઠેરવી ર વર્ષની સાદી કેદની સજા અને ક્રિ.પ્રો. કોડની કલમ ૩પ૭(૩) અન્વયે રૂ. ૮,૬૧,ર૬પ/- ફરીયાદીને વળતર પેટે દિન-૬૦ માં ચુકવવાનો હુકમ કરેલ અને જો આરોપી વળતર ન ચુકવે તો વધુ ૬ માસની સાદી જેલ સજા કરવાનો હુકમ એડી. ચીફ જયુ.ની કોર્ટએ ફરીયાદીની તરફેણમાં હુકમ ફરમાવેલ હતો.

આકામના ફરીયાદી પેઢી શ્રીનાથજી ઇન્ડસ્ટ્રીઝના પાર્ટનર ગોરધનભાઇ સાવલીયા તરફે પી એન્ડ આર લો ચેમ્બરના ધારાશાસ્ત્રી અલ્પેશ વી. પોકીયા, કેતન સાવલીયા, વંદના એચ. રાજયગુરૂ, ભાર્ગવ પંડયા, અમીત ગડારા, પંજક બોરડ, પરેશ મૃગ, રીતેષ ટોપીયા, મોહીત રવીયા વીગેરે રોકાયા હતા.

(3:21 pm IST)