Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd October 2018

એમસીએકસનો સટ્ટો રમાડતા પકડાયેલ સોની શખ્સની રીમાન્ડ રદઃ જામીન મંજૂર

રાજકોટ તા. ર૩ :.. એમ. સી. એકસનો સટ્ટો રમાડતા પકડાયેલ સોની શખ્સની રીમાન્ડ રદ કરી અદાલતે જામીન પર છૂટકારો ફરમાવેલ છે.

આ બનાવની વિગત એવી છે કે, એસ. ઓ. જી.ની પીએસઆઇ ઓ. પી. સીસોદીયાએ ફરીયાદી બની ગુંદાવાડી શેરી નં. રપ માં રહેતા કૃણાલ સુરેશભાઇ પાટડીયા વિરૂધ્ધ ડી.સી.બી. પો. સ્ટે.માં ફોર વર્ડ કોન્ટ્રાકટ (રેગ્યુલેશન) એકટ ૧૯પર ની કલમ ર૦ (સી), ર૧ (સી)(એફ) મુજબ ગુન્હો દાખલ કરાવેલ હતો.

આ બનાવની વિગત એવી છે કે તા. ૧૧-૧૦-ર૦૧૮ ના રોજ ખાનગી રાહે હકિકત મળેલ કે સોની બજારમાં આવેલ માધવ કોમ્પલેક્ષમાં આવેલ. હરી ગોલ્ડ નામની દુકાનમાં એક શખ્સ ગેરકાયદેસર રીતે કોમોડીટી માર્કેટમાં ટી.વી.માં આવતી ચેનલ પર ભાવ તફાવત જોઇ જુદા જુદા ગ્રાહકો પાસેથી મોબાઇલ ફોન પર સોદાઓ લઇ તેની નોંધો કરી સોના-ચાંદીની કાયદેસરની લે-વહેંચ નહી કરી અને ભાવના વધ-ઘટના તફાવત ઉપર રૂપિયાની લેતી દેતી કરી ગેરકાયદેસર આર્થિક લાભ મેળવે છે.

પોલીસે ઉપરોકત  હકિકતની ખરાઇ કરી આરોપીને એક સોની કંપનીનું ટી. વી., સેટઅપ બોકસ, એપલ આઇફોન તથા રોકડા રૂ. ૧,૪પ,૦૦૦ મળી કુલ ૧,૬ર,૬૦૦ ના મુદામાલ સાથે ઝડપી કોર્ટમાં રીમાન્ડની માંગણી સાથે રજૂ કરેલ.

કોર્ટે આરોપીની રીમાન્ડ રદ કરી અને બચાવ પક્ષે જામીન અરજી ગુજારતા કોર્ટે ગુન્હાની સજાને જોગવાઇ તેમજ આરોપીનો ટ્રેક રેકોર્ડ જોઇ આરોપીને જામીન ઉપર છોડાવા હુકમ કરેલ હતો.

ઉપરોકત કામમાં આરોપી કૃણાલ સુરેશભાઇ પાટડીયા વતી ધારાશાસ્ત્રી અમીત એન. જનાણી, કિશન બી. વાલ્વા, રાણીંગાભાઇ તથા સંદીપ જેઠવા રોકાયેલ હતાં.

(3:20 pm IST)